શોધખોળ કરો
Advertisement
ઇરાને કહ્યું – આત્મઘાતી હુમલાખોરોને રક્ષણ આપે છે પાકિસ્તાન, બદલો લેવાની આપી ચેતવણી
તેહરાનઃજમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનો પર થયેલા સુસાઇડ હુમલામાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સેલ હોવાની વાત સામે આવી છે. આ વચ્ચે ઇસ્લામી દેશ ઇરાને પણ કહ્યું કે, પાકિસ્તાનના સુરક્ષા દળો આત્મઘાતી બોમ્બર્સને રક્ષણ આપવાનું કામ કરે છે. ગુરુવારે પુલવામામાં સીઆરપીએફ પર હુમલાના એક દિવસ અગાઉ બુધવારે ઇરાનમાં પણ એક સુસાઇડ હુમલો થયો હતો. જેમાં ઇરાન રિવોલ્યૂશનરી ગાર્ડ્સના 27 સૈનિકોના મોત થયા હતા. ઇરાન અને પુલવામામાં થયેલા હુમલાની રીત ઘણા અંશે સમાન છે. પુલવામામાં હુમલાની ઇરાને નિંદા કરી હતી. નવી દિલ્હી સ્થિત ઇરાની દૂતાવાસે ટ્વિટ કરી કહ્યું હતું કે, ઇરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ બહરામ કાસેમીએ ભારતમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી છે જેમાં ડઝનેક લોકો માર્યા ગયા છે અને ઇજાગ્રસ્ત થયા છે.
ઇરાની સૈન્યના મેજર જનરલ મોહમ્મદ અલી જાફરીએ આતંકી સંગઠન જૈશ-અલ-અદલનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, પાકિસ્તાનની સરકાર એવા આતંકીઓને રક્ષણ આપે છે જે અમારી સૈન્ય અને ઇસ્લામ માટે ખતરો છે. તેઓ જાણે છે કે આ લોકો ક્યાં છૂપાયેલા છે અને પાકિસ્તાની સુરક્ષા દળ તેઓને સમર્થન આપવાનું કામ કરે છે. બીજી તરફ વડાપ્રધાન મોદીએ આતંકી હુમલાના જવાબદારોને પાઠ ભણાવવાની વાત કરી છે તો ઇરાને પણ પોતાના પર થયેલા હુમલાનો બદલો લેવાની વાત કરી છે. ઇરાની મેજર જનરલે કહ્યું કે, જો પાકિસ્તાન આ આતંકીઓ વિરુદ્ધ એક્શન નહી લે તો અમે બદલો લઇશું. પાકિસ્તાને આવા તત્વોને સમર્થન કરવાનું પરિણામ ભોગવવું પડશે.
પુલવામા હુમલોઃ આતંકી આદિલ ડારના પિતાએ જવાનોની શહાદત પર શું કહ્યુ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion