શોધખોળ કરો
ઈરાક: હિસંક વિરોધ પ્રદર્શનની વચ્ચે વડાપ્રધાન અબ્દુલ મહદીએ આપ્યું રાજીનામું
વિરોધ પ્રદર્શનમાં અત્યાર ઓક્ટોબરથી અત્યાર સુધી 400 થી વધુ લોકોના મોત થયા છે. સુરક્ષા દળોના ફાયરિંગમાં ઘણા લોકો માર્યા ગયા છે. શુક્રવારે લગભગ 15 લોકોના મોત થયા હતા.

નવી દિલ્હી: ઈરાકમાં ભારે વિરોધ પ્રદર્શનની વચ્ચે વડાપ્રધાન અબ્દુલ મહદીએ શનિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પીએમ ઓફીસ દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર ગુરુવારે સરકાર વિરોધી પ્રદર્શનમાં 40 થી વધુ લોકોના મોત બાદ વડાપ્રધાને આ નિર્ણય લીધો છે. રવિવારે સંસદ સત્ર દરમિયાન સાંસદ નક્કી કરશે કે રાજીનામા પર મતદાન કરવામાં આવે અથવા તેનો સ્વીકાર કરવામાં આવે.
સરકાર વિરોધી પ્રદર્શનમાં ગુરુવારનો દિવસ સૌથી હિંસક સાબિત થયો હતો. ઈરાકના સર્વોચ્ચ શિયા ધાર્મિક નેતાએ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ અતિશય બળ પ્રયોગની નિંદા કરી છે અને નવી સરકાર બનાવવા માટે આહવાન કર્યું છે.
પ્રદર્શનકારીઓનું કહેવું છે કે તેઓ નોકરી, ભ્રષ્ટાચારનો ખાતમો અને નાગરિક સુવિધાઓની માંગ કરી રહ્યાં છે. આ વિરોધ પ્રદર્શનમાં અત્યાર ઓક્ટોબરથી અત્યાર સુધી 400 થી વધુ લોકોના મોત થયા છે. સુરક્ષા દળોના ફાયરિંગમાં ઘણા લોકો માર્યા ગયા છે. શુક્રવારે લગભગ 15 લોકોના મોત થયા હતા.Iraqi PM Adel Abdul Mahdi resigns amid anti-government protests
Read @ANI story | https://t.co/sQex0JvWvd pic.twitter.com/X8kIk1cj3M — ANI Digital (@ani_digital) November 30, 2019
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
Advertisement