શોધખોળ કરો

શું નવેમ્બર 2026 માં દુનિયા ખતમ થઈ જશે? જો આ ભવિષ્યવાણી સાચી પડી તો વર્ષ 2027 ક્યારેય નહીં આવે?

world ending november 2026: સોશિયલ મીડિયા પર દુનિયાના અંતની ભયાનક આગાહી વાયરલ થઈ રહી છે, પણ 1960 ના વૈજ્ઞાનિક રિસર્ચની હકીકત કંઈક અલગ જ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ૧૩ નવેમ્બર, ૨૦૨૬ સુધીમાં દુનિયાનો અંત આવવાની અફવા ખોટી છે.
  • ૧૯૬૦ના સંશોધનમાં વસ્તી વધારાના જોખમની ચેતવણી અપાઈ હતી.
  • વૈજ્ઞાનિકોએ ક્યારેય દુનિયાના અંતની તારીખ જાહેર કરી નહોતી.
  • વસ્તી વૃદ્ધિ દર ધીમો પડ્યો છે, ભયભીત થવાની જરૂર નથી.

world ending november 2026: આજકાલ સોશિયલ મીડિયા પર એક મેસેજ આગની જેમ ફેલાઈ રહ્યો છે કે 13 નવેમ્બર, 2026 ના રોજ આ દુનિયાનો અંત આવી જશે. જો આ વાત સાચી પડે તો 2027 નું વર્ષ ક્યારેય આવશે જ નહીં! આ ભયાનક આગાહી વાંચીને લોકો ગભરાઈ ગયા છે અને ઇન્ટરનેટ પર જાતજાતની ચર્ચાઓ કરી રહ્યા છે. પરંતુ જ્યારે આ દાવાની પાછળ રહેલા વર્ષો જૂના વૈજ્ઞાનિક રિસર્ચની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી, ત્યારે એનું સાચું સત્ય કંઈક અલગ જ નીકળ્યું. ખરેખર તો આ રિસર્ચમાં દુનિયાના સર્વનાશની નહીં, પણ વધતી જતી વસ્તીના જોખમની ચેતવણી આપવામાં આવી હતી. ચાલો સમજીએ કે આખો મામલો શું છે.

આ ભયાનક દાવો ક્યાંથી શરૂ થયો?

ખરેખર તો આખી વાત 1960 માં થયેલા એક વૈજ્ઞાનિક અભ્યાસ સાથે જોડાયેલી છે. ઇલિનોઇસ યુનિવર્સિટીના ત્રણ વૈજ્ઞાનિકો - હેઇન્ઝ વોન ફોર્સ્ટર, પેટ્રિશિયા મોરા અને લોરેન્સ એમિઓટે તે સમયે દુનિયાની વધતી જતી વસ્તી પર એક રિસર્ચ કર્યું હતું. તેમણે છેલ્લા 2000 વર્ષના વસ્તીના આંકડાઓનો બારીકાઈથી અભ્યાસ કર્યો.

તેમણે એક ગાણિતિક મોડેલ બનાવીને એવી આગાહી કરી હતી કે જો દુનિયાની વસ્તી આ જ ઝડપે વધતી રહેશે, તો 13 નવેમ્બર, 2026 સુધીમાં પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહેશે અને પૃથ્વી પર વસ્તી 'અનંત' થઈ જશે.

તો શું ખરેખર દુનિયાનો અંત આવી જશે?

ના, એવું બિલકુલ નથી! વૈજ્ઞાનિકોએ ક્યારેય એવું નહોતું કહ્યું કે 2026 માં પૃથ્વી પર કોઈ મોટો વિસ્ફોટ થશે કે કોઈ પ્રલય આવશે. તેમનો કહેવાનો સીધો અર્થ એ હતો કે જો વસ્તી વધારાને કાબૂમાં લેવામાં નહીં આવે, તો માણસોને ખાવા-પીવા અને રહેવા માટે ભારે સંકટનો સામનો કરવો પડશે.

ભીડભાડ, ખોરાકની અછત અને પર્યાવરણ પર એટલું બધું દબાણ આવશે કે લોકોનું સામાન્ય જીવન જીવવું મુશ્કેલ બની જશે. રિસર્ચમાં જે "અનંત વસ્તી" ની વાત હતી, તે માત્ર એક પ્રતીકાત્મક ચેતવણી હતી, નહિ કે દુનિયા ખતમ થવાની કોઈ ચોક્કસ તારીખ.

આ પણ વાંચોઃ ત્રીજા વિશ્વયુદ્ધની બાબા વાંગાની ભવિષ્યવાણી અને અમેરિકા ઈરાન વચ્ચે મહાયુદ્ધ: શું દુનિયાનો અંત?

અત્યારની પરિસ્થિતિ શું છે?

આજના સમયમાં પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. ભલે દુનિયાની વસ્તી આજે 8 અબજને પાર કરી ગઈ છે, પરંતુ વસ્તી વધવાનો દર પહેલા કરતા ઘણો ધીમો પડી ગયો છે. યુનાઇટેડ નેશન્સ (UN) ના અંદાજ મુજબ, 2080 ની આસપાસ દુનિયાની વસ્તી તેની ટોચ પર હશે અને ત્યારપછી તેમાં ધીમે ધીમે ઘટાડો થવા લાગશે.

પૃથ્વી ખરેખર ક્યારે ખતરામાં મુકાશે?

જો પૃથ્વીના ખરેખર અંતની વાત કરીએ, તો આધુનિક વિજ્ઞાન કહે છે કે આશરે 1 અબજ વર્ષો પછી સૂર્યની ગરમી એટલી બધી વધી જશે કે પૃથ્વી પરથી ઓક્સિજન ઘટવા લાગશે અને સમુદ્રો સુકાઈ જશે. તાપમાન એટલું વધી જશે કે પૃથ્વી પર જીવન શક્ય નહીં રહે. જોકે, માનવ સભ્યતા માટે આ સમય હજુ ઘણો દૂર છે.

આ પણ વાંચોઃ Baba Vanga Predictions: વિયેતનામમાં પૂર અને શ્રીલંકામાં તબાહી! 2025 માં બાબા વાંગાની આ ભવિષ્યવાણી સાચી પડી

આ જૂનો મુદ્દો અત્યારે કેમ વાયરલ થયો?

ઇન્ટરનેટ પર ઘણીવાર જૂની માહિતીઓને અડધા સત્ય સાથે અને મસાલો ભભરાવીને શેર કરવામાં આવે છે. બસ આ જ કારણે 2026 ના વસ્તી વધારાના આ જૂના રિસર્ચને લોકોએ "દુનિયાના અંત" તરીકે ખોટી રીતે સમજી લીધું અને ફોરવર્ડ કરવા લાગ્યા. હકીકતમાં આ એક ચેતવણી હતી કે આપણે આપણા સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. તેથી, આ વાયરલ મેસેજથી ગભરાવાની કોઈ જ જરૂર નથી.

Frequently Asked Questions

શું 13 નવેમ્બર, 2026 ના રોજ દુનિયાનો અંત આવી જશે?

ના, આ વાત ખોટી છે. 1960 ના એક જૂના રિસર્ચમાં વસ્તી વધારાના જોખમની ચેતવણી આપવામાં આવી હતી, દુનિયાના અંતની નહીં.

આ 'દુનિયાના અંત' ની વાત ક્યાંથી શરૂ થઈ?

આ વાત 1960 માં થયેલા ઇલિનોઇસ યુનિવર્સિટીના એક વૈજ્ઞાનિક અભ્યાસ પર આધારિત છે, જેમાં વસ્તી વધારાની આગાહી કરવામાં આવી હતી.

વૈજ્ઞાનિકોનો 'અનંત વસ્તી' થી શું કહેવાનો મતલબ હતો?

તેમનો મતલબ એ હતો કે જો વસ્તી નિયંત્રણમાં નહીં આવે તો ભોજન, પાણી અને રહેઠાણ જેવી સુવિધાઓ માટે ગંભીર સંકટ ઊભું થઈ શકે છે.

હાલમાં દુનિયાની વસ્તીની શું પરિસ્થિતિ છે?

વસ્તી 8 અબજ પાર કરી ગઈ છે, પરંતુ વસ્તી વધવાનો દર ધીમો પડ્યો છે. UN મુજબ, 2080 માં વસ્તી ટોચ પર પહોંચી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget