શોધખોળ કરો
Advertisement
ISIS વિરુદ્ધ અમેરિકાની મોટી કાર્યવાહી, બગદાદીને માર્યો ઠાર
આ અગાઉ બગદાદી માર્યા ગયાની જાણકારી આવી હતી પરંતુ તેની પુષ્ટી થઇ શકી નહોતી
ન્યૂયોર્કઃ અમેરિકાના આઇએસઆઇએસ આતંકી સંગઠનના વડા અબુ બકર અલ બગદાદી વિરુદ્ધ મોટું ઓપરેશન ચલાવ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ટ્વિટ કરી કહ્યુ હતું કે, કાંઇક મોટુ થયું છે. જોકે, આ અંગેની કોઇ ડિટેઇલ જાણકારી આપી નથી. વ્હાઇટ હાઉસે ટ્વિટ કરી રહ્યું હતું કે, ટ્રમ્પ પ્રેસ કોન્ફરન્સ કરી તમામ જાણકારી આપશે. એક રિપોર્ટ અનુસાર, આ સંબંધમાં ડોનાલ્ડ ટ્રમ્પ પોતે જ મોટી જાહેરાત કરી શકે છે. આ અગાઉ બગદાદી માર્યા ગયાની જાણકારી આવી હતી પરંતુ તેની પુષ્ટી થઇ શકી નહોતી.
અમેરિકન મીડિયાના કહેવા પ્રમાણે બગદાદીને મારી નાખવામાં આવ્યો છે પરંતુ તેની જાહેરાત રાષ્ટ્રપતિ ટ્રમ્પ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકન સૈન્યએ પશ્વિમ સીરિયામાં રેડ નાખીને ઓપરેશન ચલાવ્યું હતું. નોંધનીય છે કે આ અગાઉ પાકિસ્તાનના એબોટાબાદમાં ઓસામા બિન લાદેનને ઠાર મારવામાં આવ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર રેડ દરમિયાન બગદાદીએ આત્મઘાતી હુમલો કર્યો હતો. તેના મૃતદેહના ડીએનએ ટેસ્ટ બાદ જ તેની પુષ્ટી કરી શકાશે.
આ અગાઉ અમેરિકન સંરક્ષણ મંત્રી એસ્પરે કહ્યું હતું કે, સીરિયામાં આઇએસઆઇએસને હરાવવા માટે વધારાની સૈનિક ટુકડીઓ અને ટેન્ક મોકલવવામાં આવશે. આ અગાઉ સીરિયામાં અમેરિકાએ ટેન્ક મોકલ્યા નહોતા. સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, 500થી વધુ સૈન્ય ટુકડીઓ તૈનાત કરવામાં આવશે કારણ કે આઇએસઆઇએસ તેલ ભંડાર પર કબજો જમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.Something very big has just happened!
— Donald J. Trump (@realDonaldTrump) October 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement