શોધખોળ કરો
Advertisement
ઈરાકના કિરકુકમાં આતંકી સંગઠન ISISનો આત્મઘાતી હુમલો, 46ના મોત
ઈરાક: ઈરાકનું શહેર કિરકુકમાં આતંકી સંગઠન આઈએસઆઈએસના હુમલામાં 46 લોકોના મોત થયા છે. આ હુમલામાં માર્યા ગયેલા લોકોમાં સૌથી વધુ સુરક્ષા દળોના લોકોનો સમાવેશ થાય છે.
ઈરાકના આતંરિક મામલોના મંત્રી બ્રિગેડિયર જનરલે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે આતંકી સંગઠન આઈએસઆઈએસ વિરુદ્ધ કડક કાર્યવાહીમાં 46 લોકોના મોત અને 133 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મરનાર લોકોની સંખ્યાની જાણકારી કિરકુકના સ્વાસ્થ્ય નિર્દેશાલયે કરી છે. બ્રિગેડિયર જનરલે એ પણ જણાવ્યું કે આ કાર્યવાહીમાં 25 આઈએસઆઈએસના જેહાદી આતંકવાદીઓ પણ ઠાર મરાયા છે. આ હુમલો શુક્રવારે સવારે થયો હતો.
અમેરિકી રક્ષા સચિવ એસ્ટન કાર્ટર શનિવારે બગદાદ પહોંચી રહ્યા છે. તે ઈરાકના મોસુલમાં ઈરાની સેના અને અમેરિકી સેનાઓની આઈએસઆઈએસ આતંકીઓ વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહીની સમીક્ષા કરશે. હાલના સમયમાં ઈરાક અને અમેરિકી સેના આઈએસઆઈએસના બંધનમાંથી મોસુલ શહેરને બચાવવાની કાર્યવાહી કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion