Gaza war: 15 મહિના બાદ આવશે ગાઝા યુદ્ધનો અંત, ઇઝરાયલ-હમાસ સીઝફાયર માટે થયા સહમત
Israel-Hamas:ગાઝામાં છેલ્લા 15 મહિનાથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે ઇઝરાયલ અને હમાસ વચ્ચે તબક્કાવાર કરાર થયો છે
Israel-Hamas: ગાઝામાં છેલ્લા 15 મહિનાથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે ઇઝરાયલ અને હમાસ વચ્ચે તબક્કાવાર કરાર થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ કરારની પુષ્ટી કરી છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ આ કરારનો ઉપયોગ અબ્રાહમ કરારને વિસ્તૃત કરવા માટે કરશે. ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન અબ્રાહમ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
Across Gaza, people were celebrating Wednesday as news of a ceasefire deal between Israel and Hamas was announced after tens of thousands of Palestinians were killed, many more wounded, and much of the territory devastated in a little over a year and three months of war.… https://t.co/cx2TILq5bo pic.twitter.com/JszTDV9WHE
— AFP News Agency (@AFP) January 15, 2025
અમેરિકા સમર્થિત આ કરારના કારણે ઘણા આરબ દેશો સાથે ઇઝરાયલના સંબંધો સામાન્ય થયા હતા. દરમિયાન, કતારના વડા પ્રધાને કહ્યું છે કે આ કરાર 19 જાન્યુઆરીથી અમલમાં આવશે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાર થતાં જ ગાઝાના લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા અને ઉજવણી કરી હતી.
Qatar and the United States announced Wednesday a ceasefire and hostage-release deal between Israel and Hamas, adding they hoped it would pave the way for a permanent end to the war in Gaza.@AFP's full coverage ⬇️https://t.co/YbcRlczSBI
— AFP News Agency (@AFP) January 15, 2025
33 ઇઝરાયલી બંધકોને મુક્ત કરવામાં આવશે
આ કરારની વિગતો હજુ સુધી ઔપચારિક રીતે જાહેર કરવામાં આવી નથી, પરંતુ એક અધિકારીએ જણાવ્યું હતું કે પ્રારંભિક તબક્કામાં છ અઠવાડિયાનો પ્રારંભિક યુદ્ધવિરામ સામેલ હશે જેમાં ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયલી દળોનું ધીમે ધીમે પરત જવાનું પણ સામેલ છે. હમાસ દ્વારા બંધક બનાવાયેલા ઇઝરાયલી બંધકોને મુક્ત કરવા અને ઇઝરાયલની કેદમાં રહેલા પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાનો સમાવેશ થાય છે.
આ તબક્કામાં 33 ઇઝરાયલી બંધકોને મુક્ત કરવામાં આવશે, જે તમામ મહિલાઓ, બાળકો અને 50 વર્ષથી વધુ ઉંમરના પુરુષો છે. બીજા તબક્કાના અમલીકરણ માટેની વાતચીત પ્રથમ તબક્કાના 16મા દિવસે શરૂ થશે અને તેમાં સૈનિકો સહિત બાકીના તમામ બંધકોની મુક્તિ, કાયમી યુદ્ધવિરામ અને ગાઝામાંથી ઇઝરાયલી દળોની સંપૂર્ણ વાપસીનો સમાવેશ થાય તેવી શક્યતા છે.
ત્રીજા તબક્કામાં બાકીના બધા મૃતદેહો પરત કરવા અને ઇજિપ્ત, કતાર અને સંયુક્ત રાષ્ટ્રની દેખરેખ હેઠળ ગાઝાનું પુનઃર્નિર્માણ શરૂ કરવાનો સમાવેશ થશે. ઇજિપ્ત અને કતાર દ્વારા મહિનાઓની મધ્યસ્થી અને યુનાઇટેડ સ્ટેટ્સના સમર્થનને કારણે આ કરાર થઇ શક્યો હતો. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણના ચાર દિવસ પહેલા જ આ કરાર કરવામાં આવ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે તેઓ ખૂબ જ ખુશ છે કે અમેરિકન અને ઇઝરાયલી બંધકો ઘરે પાછા ફરશે.
ગાઝા પટ્ટીમાં લગભગ 90 ટકા લોકો વિસ્થાપિત થયા
ઉલ્લેખનીય છે કે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 23 લાખની વસ્તી ધરાવતા ગાઝા પટ્ટીમાં લગભગ 90 ટકા લોકો વિસ્થાપિત થયા છે અને 46 હજારથી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. આ કરાર પશ્ચિમ એશિયામાં તણાવ અને ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની શક્યતા ઘટાડી શકે છે. બીજી તરફ, ઇઝરાયલના વિદેશ પ્રધાન ગાઇડોન સારએ કહ્યું કે તેઓ પોતાનો યુરોપ પ્રવાસ અધવચ્ચે છોડીને પરત ફરી રહ્યા છે જેથી તેઓ સુરક્ષા મંત્રીમંડળમાં ભાગ લઈ શકે અને કરાર પર મતદાનમાં પણ ભાગ લઈ શકે. આનો અર્થ એ થયો કે ગુરુવારે ઇઝરાયલમાં આના પર મતદાન થશે.
ટ્રમ્પે ચેતવણી આપી હતી
ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસ પહેલા હમાસને ચેતવણી આપી હતી કે તેઓ શપથ લેતા પહેલા યુદ્ધવિરામ કરારને અંતિમ સ્વરૂપ આપે અને ઇઝરાયલી બંધકોને મુક્ત કરે. ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. ટ્રમ્પે કહ્યું કે જો આવું ન થાય તો હમાસે પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું જોઈએ.
Israel Hamas War: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ રોકવા બની સંમતિ, ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન