શોધખોળ કરો

અમેરિકાની સેના ઈરાનમાં ઘૂસશે? ઈરાનની 'તાબૂત'વાળી ધમકી વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે લીધો મોટો નિર્ણય?

અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોનો ખુલાસો; કહ્યું- જમીની સેના ઉતાર્યા વગર જ અમેરિકા પોતાનો ટાર્ગેટ પૂરો કરી શકે છે, પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે અન્ય વિકલ્પો પણ ખુલ્લા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમેરિકા ઈરાન પર જમીની હુમલા માટે સૈનિકો મોકલશે તે અંગે અટકળો.
  • ઈરાને અમેરિકી સૈનિકો માટે શબપેટીમાં જ પાછા ફરવાની ધમકી આપી.
  • અમેરિકા જમીની સેના વિના પણ લક્ષ્યો હાંસલ કરી શકે.
  • ટ્રમ્પ પાસે કોઈપણ પરિસ્થિતિ માટે તમામ વિકલ્પો ખુલ્લા છે.

મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 4 અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ આ જંગ કઈ દિશામાં જશે તે હજુ અસ્પષ્ટ છે. 'ધ વોલ સ્ટ્રીટ જર્નલ'ના એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે અમેરિકા ઈરાન પર જમીની હુમલો કરવા માટે 10,000 સૈનિકો મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ રિપોર્ટ બાદ ભડકેલા ઈરાને અમેરિકાને સીધી ધમકી આપી છે કે જો તેમના સૈનિકો ઈરાનમાં પગ મૂકશે તો તેઓ માત્ર શબપેટીમાં જ પાછા ફરશે. આ ગરમાગરમી વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ મોટું નિવેદન આપતા સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા જમીની સેના મોકલ્યા વિના પણ પોતાના લક્ષ્યો હાંસલ કરી શકે છે, પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ વિકલ્પો ખુલ્લા છે.

'ધ વોલ સ્ટ્રીટ જર્નલ'ના એક ચોંકાવનારા અહેવાલ મુજબ, અમેરિકન સરકાર મધ્ય પૂર્વમાં આશરે 10,000 જેટલા સૈનિકો ઉતારવાની યોજના બનાવી રહી છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ ઈરાને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. ઈરાનના રાષ્ટ્રીય અંગ્રેજી અખબાર 'તેહરાન ટાઈમ્સ'એ પોતાના પહેલા પાના પર જહાજમાં સવાર અમેરિકન સૈનિકોનો એક ફોટો છાપ્યો હતો, જેની નીચે કેપ્શનમાં લખ્યું હતું - "નર્કમાં આપનું સ્વાગત છે" (Welcome to Hell). ઈરાને સીધી ચેતવણી આપી છે કે ઈરાનની ધરતી પર પગ મૂકનાર કોઈપણ અમેરિકન સૈનિક જીવતો પાછો નહીં જાય, તે માત્ર શબપેટીમાં જ પેક થઈને પોતાના દેશ પરત ફરશે.

તો બીજી તરફ, સૌથી મોટો સવાલ એ છે કે શું અમેરિકા ખરેખર ઈરાન પર જમીની હુમલો કરશે? આ સવાલનો જવાબ આપતા અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, પેરિસમાં યોજાયેલી G7 વિદેશ મંત્રીઓની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા રુબિયોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ યુદ્ધ હવે મહિનાઓ સુધી નહીં ખેંચાય, પરંતુ ગણતરીના અઠવાડિયામાં જ સમાપ્ત થઈ જશે. જ્યારે તેમને ઈરાનમાં સેના મોકલવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે, અમેરિકા જમીની સેના મોકલ્યા વિના જ પોતાના તમામ ઉદ્દેશ્યો પૂરા કરવા સક્ષમ છે.

જોકે, રુબિયોએ એ વાત પર પણ ખાસ ભાર મૂક્યો હતો કે સૈનિકોની ત્યાં હાજરી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઘણા લશ્કરી વિકલ્પો પૂરા પાડે છે. તેમણે પત્રકારોને જણાવ્યું કે, "રાષ્ટ્રપતિએ કોઈપણ સંભવિત પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવું પડે છે, જેની હું મીડિયા સામે ખુલીને ચર્ચા નહીં કરું. અમે જમીની સૈનિકો ઉતાર્યા વિના પણ અમારા લક્ષ્યો પ્રાપ્ત કરી શકીએ છીએ, પરંતુ અમે હંમેશા રાષ્ટ્રપતિને એવી તક આપવા માંગીએ છીએ કે જેથી તેઓ પરિસ્થિતિ મુજબ યોગ્ય નિર્ણય લઈ શકે અને તેમની પાસે પૂરતા વિકલ્પો ઉપલબ્ધ હોય."

Frequently Asked Questions

અમેરિકા ઈરાન પર જમીની હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે?

'ધ વોલ સ્ટ્રીટ જર્નલ'ના અહેવાલ મુજબ, અમેરિકા 10,000 સૈનિકો મોકલવાની યોજના બનાવી રહ્યું છે. જોકે, વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા જમીની સૈનિકો વિના પણ લક્ષ્યો હાંસલ કરી શકે છે.

ઈરાને અમેરિકાને શું ધમકી આપી છે?

ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકન સૈનિકો ઈરાનમાં પ્રવેશ કરશે તો તેઓ શબપેટીમાં જ પાછા ફરશે. 'તેહરાન ટાઈમ્સ'એ 'નર્કમાં આપનું સ્વાગત છે' એવું કેપ્શન સાથે એક ફોટો છાપ્યો હતો.

આ યુદ્ધ કેટલો સમય ચાલશે?

વિદેશ મંત્રી માર્કો રુબિયોને વિશ્વાસ છે કે આ યુદ્ધ મહિનાઓ સુધી નહીં, પરંતુ ગણતરીના અઠવાડિયામાં સમાપ્ત થઈ જશે.

શું અમેરિકા પાસે અન્ય વિકલ્પો પણ છે?

હા, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ લશ્કરી વિકલ્પો ખુલ્લા છે, જેથી તેઓ પરિસ્થિતિ મુજબ યોગ્ય નિર્ણય લઈ શકે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget