(Source: ECI/ABP News/ABP Majha)
હમાસે ઇઝરાયેલ પર સેંકડો રૉકેટોથી કર્યો હુમલો, ભારતીય મહિલા સહિત 28 લોકોના મોત, 152 અન્ય ઘાયલ
ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે, સોમવારે સાંજે શરૂ થયેલી અથડામણમાં 10 બાળકો અને એક મહિલા સહિત 28 ફિલિસ્તાનીઓના મોત થઇ ગયા છે. મોટાભાગની મોતો હવાઇ હુમલાથી થઇ છે.
ગાઝા સિટીઃ ઇઝરાયેલે મંગળવારે હવાઇ હુમલામાં ગાઝા શહેર સ્થિત બે ગગનચુંબી ઇમારતોને નિશાન બનાવી. વળી હમાસે અને સશસ્ત્ર દળોએ દક્ષિણ ઇઝરાયેલ પર સેંકડો રૉકેટથી હુમલો કરી દીધો. બન્ને તરફથી આ હુમલામાં બાળકો સહિત કુલ 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઇઝરાયેલમાં કામ કરનારી કેરાલાની એક મહિલાનુ કથિત રીતે આ ફિલિસ્તાની રૉકેટ હુમલામાં મોત થઇ ગયુ છે, જ્યારે 152 અન્ય લોકો ઘાયલ થયા છે. જેરુશલેમમાં અઠવાડિયાના તનાવ બાદ આ અથડામણ થઇ છે.
ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે, સોમવારે સાંજે શરૂ થયેલી અથડામણમાં 10 બાળકો અને એક મહિલા સહિત 28 ફિલિસ્તાનીઓના મોત થઇ ગયા છે. મોટાભાગની મોતો હવાઇ હુમલાથી થઇ છે. ઇઝરાયેલી સેનાએ કહ્યું - મરનારાઓમાં ઓછામાં ઓછો 16 ઉગ્રવાદીઓ હતા. આ દરમિયાન ગાઝાના ઉગ્રવાદીઓએ ઇઝરાયેલ તરફ સેંકડો રૉકેટ ફોડ્યા જેમાં એસ્કલૉન શહેરમાં બે ઇઝરાયેલી મહિલાઓનુ મોત થઇ ગયુ જ્યારે 10 અન્ય ઘાયલ થઇ ગયા હતા.
વર્તમાન હિંસક અથડામણમાં પહેલીવાર ઇઝરાયેલી નાગરિકોના મોત બાદ ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું- અધિકારીઓએ આતંકી સંગઠન હમાસ અને ગાઝા પટ્ટીમાં ઇસ્લામિક જેહાદ વિરુદ્ધ હુમલો તેજ કરવાનો ફેંસલો કર્યો છે. ઇઝરાયેલી સેના અનુસાર, તેમને ગાઝામાં ઉગ્રવાદી સંગઠન ઇસ્લામિક જેહાદના એક વરિષ્ઠ કમાન્ડરને ઠાર મારી દીધો છે. માર્યા ગયેલા આતંકી કમાન્ડરની ઓળખ સમીહ-અલ-મામલુક તરીકે થઇ છે જે ઇસ્લામિક જેહાદના રૉકેટ યૂનિટનો પ્રમુખ હતો. સેનાએ કહ્યું હુમલામાં ઉગ્રવાદી સંગઠનના અન્ય મોટા ઉગ્રવાદીી પણ માર્યા ગયા છે.
એક રૉકેટ અશ્કેલન શહેરમાં 31 વર્ષની સૌમ્યાના ઘર પર પડ્યુ હતુ, જ્યારે તે સાંજે વીડિયો કૉલ પર કેરાલામાં પોતાના પતિ સંતોષ સાથે વાત કરી રહી હતી. સંતોષના ભાઇ સાજીએ જણાવ્યુ કે, -મારા ભાઇએ વીડિયો કૉલ દરમિયાન એક જોરથી અવાજ સાંભળ્યો, અચાનક ફોન કપાઇ ગયો. પછી અમે તરતજ ત્યાં કામ કરી રહેલા અન્ય મલયાલમી લોકોનો સંપર્ક કર્યો. આ રીતે અમને ઘટના વિશે જાણવા મળ્યુ.- ઇડુક્કી જિલ્લાના કીરિથોડુની રહેવાસી સૌમ્યા છેલ્લા સાત વર્ષથી ઇઝરાયેલમાં એક ઘરેલુ સહાયિકા તરીકે કામ કરી રહી હતી.
એપોર્ટમેન્ટ હવાઇ હુમલામાં ત્રણ લોકોના મોતની પુષ્ટી....
ઇસ્લામિક જેહાદે ગાઝા સિટીમાં એક એપોર્ટમેન્ટ પર થયેલા હવાઇ હુમલામાં ત્રણ લોકોના મોતની પુષ્ટી કરી છે, જે સશસ્ત્ર શાખાના વરિષ્ઠ સભ્યો હતા. ઉગ્રવાદી સંગઠને બદલો લેવાની વાત કહી છે. વળી, તનાવ વધુ વધવાના સંકેત આપતા ઇઝરાયેલી સૈન્યએ અભિયાનનો વ્યાપ વધારવાની વાત કહી છે. સેનાએ કહ્યું કે તે ગાઝા સીમા પર પોતાના સૈનિકોની સંખ્યા વધારી રહી છે, અને રક્ષા મંત્રીએ 5000 રિઝર્વ સૈનિકોને ત્યાં મોકલવાનો આદેશ કર્યો છે.