નરેન્દ્ર મોદીના મિત્ર નેત્યાનાહુના ભાવિનો આજે ફેંસલો, ઈઝરાયલમાં બે વર્ષમાં ચોથી વાર મતદાન, ઓપિનિયન પોલ શું કહે છે ?
વિપક્ષના નેતા યાઈર લપિડે રક્ષા મંત્રી બેની ગાંટ્જના સહયોગથી વિતેલા વર્ષે ચૂંટણી લડી હતી પરંતુ નેતન્યાહૂ અને ગાંટ્જની વચ્ચે સત્તાની ભાગીદારીને લઈને થયેલ સમજૂતી બાદ તે પીછે હટી ગયા હતા.
Israel Election 2021: ઇઝરાયમાં લાંબા સમય સુધી ચાલેતા રાજનીતિક ગતિરોધ અને બેંજામિન નેતન્યાહૂ પર લાગેલ ભ્રષ્ટાચારના આરોપને કારણે ગત બે વર્ષમાં ચોથી વખત સંસદની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આજે થનાર મતદાન પહેલા થયેલ ઓપિનિયન પોલ અનુસાર નેતન્યાહૂના સમર્થકો અને તેના વિરોધોઓની વચ્ચે જોરદાર ટક્કર જોવા મળવાની આશા છે. સંસદની ચૂંટણીમાં નેતન્યાહૂ ઉપરાંત યાઈર લપિડ, ગિડિયન સાર અને નફ્તાલી બેનેટ સત્તાના પ્રમુખ દાવેદાર છે.
નેતન્યાહૂ, સૌથી લાંબા સમય સુધી ( પાંચ વખત) દેશના પીએમ રહી ચક્યા છે. તેઓ ઇઝરાયલમાં કોવિડ-19 રસીકરણની સફળતા અને અરબ દેશોની સાથે રાજનીતિક સંબંધ સુધારવાના દમ પર ચૂંટણી જીતવાનો દાવો કરી રહ્યા છે. તેની સાથે જ રાજનીતિક ઉથલપાથલની વચ્ચે આ પ્રથમ વખત છે જ્યારે નેતન્યાહૂને વિપક્ષી પાર્ટીઓનો વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ઓપીનિયન પોલ અનસાર, તેમની પાર્ટી ‘લિકુડ’ અને તેના સહયોગી પક્ષને બહુમતથી ઓછા પર સંતોષ કરવો પડી શકે છે.
વિપક્ષના નેતા યાઈર લપિડે રક્ષા મંત્રી બેની ગાંટ્જના સહયોગથી વિતેલા વર્ષે ચૂંટણી લડી હતી પરંતુ નેતન્યાહૂ અને ગાંટ્જની વચ્ચે સત્તાની ભાગીદારીને લઈને થયેલ સમજૂતી બાદ તે પીછે હટી ગયા હતા. આ વખતે તેમણે નેતન્યાહૂને હરાવાવનો દાવો કરતા પ્રચાર કર્યો છે. ઓપીનિયન પોલમાં લપિડની પાર્ટી બીજા નંબર પર આવવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
પૂર્વ શિક્ષણ મંત્રી ગિડિયન સારને પણ નેતન્યાહૂનો ઉત્તરાધિકારી ગણવામાં આવતા હતા પરંતુ તેમણે સત્તાધારી પક્ષથી અલગ થઈને લિકુડી પાર્ડીના પૂર્વ નેતાઓની સાથે મળીને નવો પક્ષ ‘એ ન્યૂ હોપ’ બનાવ્યો છે .સારની પાર્ટીએ ખુદને ભ્રષ્ટાચારથી મુક્ત એક રાષ્ટ્રવાદી પક્ષ તરીકે રજૂ કર્યા છે. પોલ અનુસાર ‘એ ન્યૂ હોપ’ને પોતાની મહત્ત્વકાંક્ષા પ્રમાણે પરિણામ મળવાની આશા નથી.
નેતન્યાહૂના પૂર્વ સહયોગી અને હવે વિરોધી નફ્તાલી બેનેટ ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ‘કિંગમેકર’ની ભૂમિકા ભજવી રહ્યા છે. રાષ્ટ્રવાદી નેતા અને નેતન્યાહૂ સરકારમાં પહેલા શિક્ષણ તથા રક્ષા મંત્રી બેનેટે સાથે આવાવની સ્પષ્ટ ના પાડી નથી. પરંતુ જો નેતન્યાહૂના વિરોધીઓની સરાકર બને છે તો તેઓ તેને પણ સમર્થન આપી શકે છે.
નેતન્યાહૂનું નસીબ નાના પક્ષના હાથમાં
ચૂંટણીના પોલ અનુસાર આ વખતે ચૂંટણીમાં પીએમ નેતન્યાહૂનું નસીબ નાના પક્ષોના પ્રદર્શન પર આધાર રાખશે. તેમણે એવા સહયોગી પક્ષના ભરોસે રહેવું પડશે જેઓ પહેલા તેમના ટીકાકાર હતા અને બાદમાં સાથે આવવાની ના પણ પાડી નથી. પોલ અનુસાર નેતન્યાહૂની લિકુડ પાર્ટી 120 સભ્યોની સંસદમાં 30 સીટી જીતી શેક છે અને સહોયીગ પક્ષ સાથે મળીને માત્ર 50 સીટ જીતવાનો અંદાજ છે.