શોધખોળ કરો
Advertisement
20 દિવસ બાદ લોકો સામે આવ્યો કિમ જોંગ ઉન, ફેક્ટરીનું કર્યુ ઉદ્ધાટન
ઉત્તર કોરિયાના સૌથી મોટા દુશ્મન દેશ દક્ષિણ કોરિયાએ કિમ જોંગને લઈ તમામ અટકળો ફગાવતું આવ્યું છે.
પ્યોંગયાંગઃ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ 20 દિવસ બાદ આખરે લોકો સામે આવ્યા હતા. ઉત્તર કોરિયાની સરકારી ન્યૂઝ એજન્સી કેસીએનએ કહ્યું, કિમ જોંગ શુક્રવારે લોકો વચ્ચે આવ્યા અને તેમની સાથે વાતચીત પણ કરી. તેમણે ફૂડ ફેકટરીનું ઉદઘાટ્ન કર્યુ હતું. આ દરમિયાન તેમની બહેન કિમ યો જોંગ પણ તેની સાથે હાજર હતી.
આ પહેલા કિમ અંતિમવાર 11 એપ્રિલે જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. કિમના સ્વાસ્થ્ય અંગે અટકળો લગાવવાના એક કાર્યક્રમમાં તેની ગેરહાજરી બાદ શરૂ થઈ હતી. આ સમારોહ તેના દિવંગત દાદા અને દેશના સંસ્થાપક કહેવાતા કિમ ઈલ સુંગની 108મી જયંતિને લઈ યોજાયો હતો.
દક્ષિણ કોરિયાએ ફગાવી હતી અટકળો
ઉત્તર કોરિયાના સૌથી મોટા દુશ્મન દેશ દક્ષિણ કોરિયાએ કિમ જોંગને લઈ તમામ અટકળો ફગાવતું આવ્યું છે. દક્ષિણ કોરિયાના અધિકારીએ અટકળો ફગાવતાં કહ્યું હતું કે, કિમ જોંગ ઉન જીવતો અને સ્વસ્થ છે.
2014માં પણ થયો હતો ગાયબ
કિમ જોંગ ઉન જનતાની નજરો સામેથી ગાયબ થયો હોય તેવું પ્રથમ વખત બન્યું નથી. સાર્વજનિક રીતે તેની સૌથી મોટી ગેરહાજરી સપ્ટેમ્બર 2014માં જોવા મળી હતી. તે 40 દિવસ માટે ગાયબ થઈ ગયો હતો અને જ્યારે લોકો સામે આવ્યો ત્યારે લંગડાતો ચાલતો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement