શોધખોળ કરો
ફ્રાન્સના નીસ શહેરમાં ચાકુથી હુમલામાં ત્રણ લોકોના મોત, કેટલાય ઘાયલ
ન્યૂઝ એજન્સી રૉયટર્સ અનુસાર, પોલીસે જણાવ્યુ કે ફ્રાન્સના નીસમાં ચાકુથી હુમલામાં એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થઇ ગયા છે

પ્રતિકાત્મક તસવીર
નીસઃ ફ્રાન્સના નીસ શહેરમાં ચાકુથી એક શખ્સે કેટલાય લોકોને નિશાન બનાવ્યા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થઇ ગયા, જ્યારે કેટલાય લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી રૉયટર્સ અનુસાર, પોલીસે જણાવ્યુ કે ફ્રાન્સના નીસમાં ચાકુથી હુમલામાં એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થઇ ગયા છે. શહેરમાં મેયરે ઘટનાને લઇને કહ્યું કે જે રીતે આને અંજામ આપ્યો છે, તેનાથી આતંકી હુમલાનાં સંકેત મળે છે. મેયર ક્રિશ્ચિયન એસ્ટ્રૉસીએ કહ્યું કે આ હુમલાના આરોપમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
વધુ વાંચો





















