શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
નેપાળના PM ઓલીનું વિવાદિત નિવેદન, કહ્યું- ભારતમાં નકલી અયોધ્યા, ભગવાન રામ નેપાળી હતા
ઓલીનો દાવો છે કે ભગવાન શ્રીરામની નગરી અયોધ્યા ભારતના ઉત્તર પ્રદેશમાં જ નહી પરંતુ નેપાળના વાલ્મિકી આશ્રમ પાસે છે.
![નેપાળના PM ઓલીનું વિવાદિત નિવેદન, કહ્યું- ભારતમાં નકલી અયોધ્યા, ભગવાન રામ નેપાળી હતા kp sharma oli says real ayodhya lies in nepal lord ram is nepali not indian નેપાળના PM ઓલીનું વિવાદિત નિવેદન, કહ્યું- ભારતમાં નકલી અયોધ્યા, ભગવાન રામ નેપાળી હતા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/14134429/oli.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કાઠમાંડુઃ સરહદને લગતા વિવાદ વચ્ચે નેપાળે વધુ એક દુષ્પ્રચાર શરૂ કર્યો છે. નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ એક નિવેદન આપ્યુ છે કે ભગવાન રામ ભારતીય નહીં પણ નેપાળી છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે મૂળ અયોધ્યા ભારતમાં નહીં પણ નેપાળમાં છે.
ઓલીએ તેમના નિવાસ સ્થાને યોજાયેલા એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યુ છે. તેમણે ભારત પર સાંસ્કૃતિક અત્યાચારનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે વિજ્ઞાન માટે નેપાળે જે યોગદાન આપ્યુ છે તેને હંમેશા નજરઅંદાજ કરવામાં આવ્યુ છે.
ઓલીનો દાવો છે કે ભગવાન શ્રીરામની નગરી અયોધ્યા ભારતના ઉત્તર પ્રદેશમાં જ નહી પરંતુ નેપાળના વાલ્મિકી આશ્રમ પાસે છે. વાલ્મિકી રામાયણનું નેપાળી અનુવાદ કરનાર નેપાળના આદિકવિ ભાનુભક્તની જન્મ જયંતિના અવસર પર આયોજિત એક કાર્યક્રમમાં બોલતાં ઓલીએ કહ્યું કે અમે લોકો આજ સુધી આ ભ્રમમાં છીએ કે સીતાના લગ્ન જે રામ થયા હતા તે ભારતીય છે. તે ભારતીય નથી પરંતુ નેપાળી જ છે.
ઓલીનો દાવો છે કે અયોધ્યા જનકપુરથી પશ્વિમમાં રહેલા બીરગંજની પાસે ઠોરી નામક જગ્યામાં એક વાલ્મિકી આશ્રમ છે ત્યાંના જ રાજકુમાર હત. વાલ્મિકી નામક જગ્યા અત્યારે બિહારના પશ્વિમ ચંપારણ જિલ્લામાં છે જેનો કેટલોક ભાગ નેપાળમાં પણ છે.
ઓપીએ આ નિવેદન એવા સમયે આપ્યુ છે કે જ્યારે તેઓ પોતાના પક્ષ NCPમાં અલગ-થલગ પડી ગયા છે. પક્ષના નેતાઓ જ તેમની પાસે રાજીનામુ માંગી રહ્યા છે. જોકે ઓલી રાજીનામુ આપવા માટે તૈયાર નથી. તેમના હરિફ પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડ ઓલીનું રાજીનામુ માંગવા અડીખમ છે. બન્ને નેતા વચ્ચે 6 તબક્કામાં વાતચીત થઈ ગઈ છે. જોકે, સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી એટલે કે સ્થિતિ યથાવત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)