શોધખોળ કરો

Maldives: માલદીવની રાજધાનીના મેયરની ચૂંટણી હારી મુઈઝુની પાર્ટી, ભારત સમર્થક નેતાની જીત

Maldives: ભારત સાથેના સંબંધોના કારણે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ પોતાના જ દેશમાં બદનામ થઈ રહ્યા છે.

Maldives: માલદીવ અને ભારત વચ્ચે તણાવ ચાલુ છે. ભારત સાથેના સંબંધોના કારણે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ પોતાના જ દેશમાં બદનામ થઈ રહ્યા છે. દરમિયાન, રાજધાની માલેમાં યોજાયેલી મેયરની ચૂંટણીમાં મુઇઝુની પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. નોંધનીય છે કે મુઈઝુએ ભારત વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ પોતાના ત્રણ મંત્રીઓને બરતરફ કર્યા હતા.

ભારતના સમર્થક પક્ષનો વિજય

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP)એ માલેમાં મેયરની ચૂંટણી જીતી લીધી છે. MDP ઉમેદવાર આદમ અઝીમને માલેના નવા મેયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે અઝીમ પહેલા મુઈઝુ જ માલેના મેયર હતા પરંતુ મુઈઝુએ ગયા વર્ષે જ રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. નોંધનીય છે કે, MDPનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલિહ કરી રહ્યા છે, જેને ભારત તરફી માનવામાં આવે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અઝીમે મોટા માર્જિનથી જીત મેળવી છે. રાજકીય નિષ્ણાતોના મતે, મેયરની ચૂંટણીમાં જીત MDPના રાજકીય નસીબને પુનર્જીવિત કરશે તેવી અપેક્ષા છે. જો કે, એમડીપી પાસે હજુ પણ સંસદમાં ઓછી બહુમતી છે.

રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની માંગ

તાજેતરમાં માલદીવની પાર્ટી ધ ડેમોક્રેટ્સના સભ્ય અલી અઝીમે માંગ કરી છે કે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને સત્તા પરથી હટાવવા માટે તમામ જરૂરી પગલાં લેવા જોઈએ. અલી અઝીમે માલદીવની સૌથી મોટી વિપક્ષી પાર્ટી MDP પાસેથી મોહમ્મદ મુઈઝુ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની માંગ કરી છે. અન્ય એક નેતાએ પણ માલદીવના વિદેશ મંત્રીને સમન્સ મોકલીને તેમને સંસદમાં બોલાવવાની માંગ કરી છે કારણ કે તેમણે પીએમ મોદી વિરુદ્ધ ટિપ્પણીના મામલે કોઈ કાર્યવાહી કરી નથી.

'માલદીવની અર્થવ્યવસ્થા પર પડશે મોટી અસર'

અન્ય એક વિપક્ષી નેતા અહેમદ માહલૂફે માલદીવ સરકારને ચેતવણી આપી છે કે જો ભારત સાથે ચાલી રહેલા તણાવને કારણે ભારતીય પ્રવાસીઓ માલદીવનો બહિષ્કાર કરવાનું ચાલુ રાખશે તો માલદીવની અર્થવ્યવસ્થા પર તેની મોટી અસર પડશે. તેમણે કહ્યું કે આ અસર એટલી મોટી હશે કે તેમાંથી બહાર આવવું મુશ્કેલ બનશે. વાસ્તવમાં માલદીવના નેતાઓ દ્વારા પીએમ મોદી પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીના વિવાદને કારણે તાજેતરના દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓએ માલદીવનો તેમનો પ્રવાસ રદ કર્યો છે. માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ સોલિહ અને પૂર્વ વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે પણ સરકારની ટીકા કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget