શોધખોળ કરો
Advertisement
ભારતની આ બ્યુટી ક્વીન વ્યવસાયે છે ડૉક્ટર, કોરોનાના દર્દીઓની સારવાર માટે થઈ ગઈ હાજર, જાણો વિગત
ખાસ વાત છે કે, ભાષા મુખર્જીએ પોતાની જુની હૉસ્પીટલમાં સંપર્ક કર્યો, જ્યાં તે પહેલા કામ કરતી હતી. તેને ત્યાં વાત કરી અને ડૉક્ટર તરીકે ફરીથી કામ કરવાનુ શરૂ કરી દીધુ છે
મુંબઇઃ ભારતની બ્યૂટી ક્વિન ભાષા મુખર્જી હાલ કોરોનાના કપરા કાળમાં લોકોની સેવા કરવા સામે આવી છે. વર્ષ 2019માં મિસ ઇંગ્લેન્ડનો તાજ જીતનારી ભાષા મુખર્જી વ્યવસાયે ડૉક્ટર પણ છે. હોલ કોરોના સામેની લડાઇમાં ભાષા મુખર્જીએ ઇંગ્લેન્ડમાં ડૉક્ટર તરીકે પોતાની જવાબદારી નિભાવવાની શરૂ કરી દીધી છે.
ખાસ વાત છે કે, ભાષા મુખર્જીએ પોતાની જુની હૉસ્પીટલમાં સંપર્ક કર્યો, જ્યાં તે પહેલા કામ કરતી હતી. તેને ત્યાં વાત કરી અને ડૉક્ટર તરીકે ફરીથી કામ કરવાનુ શરૂ કરી દીધુ છે.
ભાષા મુખર્જીએ આ પહેલા પોતાના ડૉક્ટર તરીકેની કેરિયરમાં બ્રેક લગાવીને મૉડેલિંગની સફર શરૂ કરી હતી. હવે તે ફરીથી ડૉક્ટર બની ગઇ છે.
નોંધનીય છે કે, ભાષા મુખર્જીએ ડિસેમ્બર 2019માં મિસ ઇંગ્લેન્ડનો તાજ કબજે કર્યો હતો, બાદમાં તેને કેટલાય દેશોમાં ચેરિટીમાં કામ કર્યુ હતુ. ગયા મહિને તે ભારતમાં પણ આવી હતી.
24 વર્ષીય ભાષા મુખર્જી ભારતીય મૂળની છે, તે 9 વર્ષની હતી ત્યારે ઇંગ્લેન્ડમાં સ્થાયી થઇ ગઇ હતી. બાદમાં ત્યાં તેમને આગળનો અભ્યાસ ઇંગ્લેન્ડમાં શરૂ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement