શોધખોળ કરો

Russia-Ukraine War: પુતિનનો મોટો દાવો- યુક્રેનના સૈન્યએ ત્રણ હજાર ભારતીયો સહિત અનેક વિદેશીઓ બનાવ્યા હતા બંધક

પુતિને યુક્રેન પર આરોપ લગાવતા કહ્યું કે તે વિદેશી નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે

મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યો હતો કે યુક્રેન વિદેશી નાગરિકોને બંધક બનાવી રહ્યું છે. યુક્રેનની સેના વિદેશીઓને બંધક બનાવી રહી છે અને તેમનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહી છે. પુતિને દાવો કર્યો હતો કે 3,000 ભારતીયોને પણ બંધક બનાવવામાં આવ્યા હતા જેઓને રશિયન સેનાએ મુક્ત કરાવ્યા હતા. તેમણે કહ્યું કે ચીનના લોકોને પણ યુક્રેન દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા. સુરક્ષા પરિષદની બેઠક બાદ પુતિને આ વાત કહી હતી.

 પુતિને યુક્રેન પર આરોપ લગાવતા કહ્યું કે તે વિદેશી નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે અમારી સેના નાગરિકોને ત્યાંથી બહાર નીકળવામાં મદદ કરી રહી છે. તેમણે કહ્યું કે ચીનના નાગરિકોને પણ બંધક બનાવવામાં આવ્યા હતા, જેમને રશિયન સેનાએ મુક્ત કરાવ્યા છે. પુતિને એમ પણ કહ્યું હતું કે રશિયા યુક્રેનના રહેણાંક વિસ્તારોમાં કોઈ સૈન્ય કાર્યવાહી કરી રહ્યું નથી.

પુતિને દાવો કર્યો હતો કે યુક્રેનની આર્મી વિદેશીઓને યુક્રેન છોડવા દેતી નથી. તેમણે કહ્યું કે રશિયન આર્મીએ યુક્રેનમાંથી વિદેશી નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. યુક્રેન વિદેશીઓને બહાર કાઢવામાં વિલંબ થાય તેવો પ્રયાસ કરી રહ્યું છે.  તેમણે આરોપ લગાવ્યો હતો કે યુક્રેન ડોનેટ્સક અને લુહાન્સ્કમાં લોકો સાથે અમાનવીય વર્તન કરી રહ્યું છે.

પુતિને કહ્યું કે ડોનેત્સ્ક અને લુહાન્સ્કના લોકોને ટેન્ટની અંદર રાખવામાં આવે છે. તેમણે કહ્યું કે અમે ડોનટ્સ અને લુહાન્સ્કના લોકો માટે શાંતિપૂર્ણ જીવન સુનિશ્ચિત કરવા માટે કંઈપણ કરીશું. તેમને શિક્ષિત કરીને સ્વતંત્ર અને પ્રતિષ્ઠિત જીવન જીવવા માટે મદદ કરીશું. રશિયન સેનાના તમામ પરિવારના સભ્યો અને મૃત્યુ પામેલા સૈનિકોનું સન્માન કરવામાં આવશે. પુતિને કહ્યું કે અમે અમારા પડોશીઓને પરમાણુ શસ્ત્રોથી અમને ધમકાવવાની મંજૂરી આપીશું નહીં. અમારા સંરક્ષણ મંત્રાલયે અત્યાર સુધીના તમામ લક્ષ્યો હાંસલ કર્યા છે.

નોંધનીય છે કે ગુરુવારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કહ્યું હતું કે રશિયાએ પોતાની આર્મીને યુક્રેનની જમીન પરથી હટાવી દેવી જોઇએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?
રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
Embed widget