શોધખોળ કરો

Myanmar Earthquake: મ્યાનમારમાં વહેલી સવારે ફરી ધરતી ધ્રુજી,ઘર છોડીને ભાગ્યા લોકો; જાણો કેવી છે સ્થિતિ

Myanmar Earthquake: ભારતના પડોશી દેશ મ્યાનમારમાં રવિવારે (13 એપ્રિલ, 2025) વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી છે.

Myanmar Earthquake: ભારતના પડોશી દેશ મ્યાનમારમાં રવિવારે (13 એપ્રિલ, 2025) વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી છે. તાજેતરમાં અહીં આવેલા ભૂકંપે સમગ્ર દેશમાં તબાહી મચાવી હતી, જેમાં ત્રણ હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર,13 એપ્રિલ, 2025 ના રોજ સવારે 07:54:58 વાગ્યે મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાઓની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. હાલમાં આ ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

28 માર્ચે મ્યાનમારમાં ભૂકંપે ભારે તબાહી મચાવી હતી

28 માર્ચ 2025ના રોજ મ્યાનમારમાં એક ભયાનક ભૂકંપ આવ્યો હતો. મંડલે ક્ષેત્રમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા 7.7 માપવામાં આવી હતી. આ ભૂકંપથી દેશમાં ભારે વિનાશ થયો. આ ભૂકંપ મ્યાનમારના ઇતિહાસમાં સૌથી વિનાશક ભૂકંપોમાંનો એક હતો. મ્યાનમાર સેનાના જણાવ્યા અનુસાર, આ ભૂકંપમાં 3600 થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે 5 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત, સેંકડો લોકો તેમના પરિવારોથી અલગ થઈ ગયા.

વિશ્વના ઘણા દેશોએ મદદ મોકલી

આ ભૂકંપથી મોબાઇલ કોમ્યુનિકેશન સિસ્ટમને પણ ગંભીર નુકસાન થયું છે. 'ધ મિરર' અનુસાર, ભૂકંપને કારણે કુલ 6,730 સંદેશાવ્યવહાર સ્ટેશનોને નુકસાન થયું હતું, જેમાંથી લગભગ છ હજારનું સમારકામ કરવામાં આવ્યું છે. ભારત, ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા દેશોએ બચાવ માટે મ્યાનમારમાં પોતાની ટીમો મોકલી હતી, જ્યારે સંયુક્ત રાષ્ટ્ર અને યુરોપિયન યુનિયન જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનોએ પણ મ્યાનમારને મદદ કરવા માટે રાહત અને બચાવ ટીમો, તબીબી ટીમો અને જરૂરી સંસાધનો મોકલ્યા હતા.

આ વર્ષે 28 માર્ચે મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેણે ભારે તબાહી મચાવી હતી. આ ભૂકંપમાં 3 હજાર જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે તેના પાડોશી દેશ થાઈલેન્ડમાં પણ 17 લોકોના મોત થયા હતા. વૈજ્ઞાનિકોના મતે, મ્યાનમારના ભૂકંપ દ્વારા છોડવામાં આવેલી ઊર્જા 300થી વધુ પરમાણુ બોમ્બ જેટલી હતી. ભૂકંપના કારણે અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને ઘણા પરિવારો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

General Knowledge: પાસપોર્ટ અને વિઝા વિના દુનિયાભરમાં ફરી શકે છે આ 3 VIP વ્યક્તિ
General Knowledge: પાસપોર્ટ અને વિઝા વિના દુનિયાભરમાં ફરી શકે છે આ 3 VIP વ્યક્તિ
ઇરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઇના તાબૂત પર કેમ રાખવામાં આવ્યો ખાસ લાલ ઝંડો, શું છે તેનો મતલબ ?
ઇરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઇના તાબૂત પર કેમ રાખવામાં આવ્યો ખાસ લાલ ઝંડો, શું છે તેનો મતલબ ?
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
Japan PM India Visit: ભારત-જાપાન વચ્ચે 4 મહત્વના કરાર, તાકાઇચીને પીએમ મોદીએ ગણાવી બહેન
Japan PM India Visit: ભારત-જાપાન વચ્ચે 4 મહત્વના કરાર, તાકાઇચીને પીએમ મોદીએ ગણાવી બહેન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવનું એલર્ટ: 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવનું એલર્ટ: 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે
આયુષ્માન કાર્ડ: ઘરે બેઠા ઓનલાઈન ચેક કરો ફ્રી સારવાર આપતી હોસ્પિટલોની સંપૂર્ણ યાદી
આયુષ્માન કાર્ડ: ઘરે બેઠા ઓનલાઈન ચેક કરો ફ્રી સારવાર આપતી હોસ્પિટલોની સંપૂર્ણ યાદી
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
Embed widget