શોધખોળ કરો
Advertisement
નવાઝ અને મરિયમ શરીફને મોટી રાહત, સજા પર કોર્ટે લગાવી રોક
નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને મોટી રાહત મળી છે. ઇસ્લામાબાદ હાઇકોર્ટે નવાઝ શરીફ સહિત તેમની દીકરી મરિયમ નવાઝ શરીફ અને જમાઇની સજા રદ કરી દીધી છે. એવેનફિલ્ડ પ્રોપર્ટીઝ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા બાદ પાકિસ્તાનની સામાન્ય ચૂંટણી અગાઉ નવાઝ શરીફ અને તેમના પરિવારને જેલ મોકલી દેવામાં આવી છે.
બુધવારે ઇસ્લામાબાદ હાઇકોર્ટની બેન્ચમાં સામેલ જસ્ટિસ અતહર મિનાલ્લાહ અને જસ્ટિસ હસન ઔરંગઝેબે પોતાના ચુકાદામાં નવાઝ શરીફની સજાને રદ કરવાનો આદેશ આપ્યો હતો. આ અગાઉ હાઇકોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી દીધો હતો.
નોંધનીય છે કે એવેનફિલ્ડ પ્રોપર્ટીઝ કેસમાં અદાલતે ગયા વર્ષે 6 જૂલાઇના રોજ નવાઝ શરીફ, મરિયમ, મરિયમના પતિ કેપ્ટન સફદરને દોષી ઠેરવ્યા હતા. નવાઝ શરીફના પરિવાર પર લંડનમાં 4 લક્ઝરી ફ્લેટના માલિક હોવાનો આરોપ છે. પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી અગાઉ નવાઝે સરેન્ડર કર્યું હતું. બાદમાં તેમને રાવલપિંડીની આદિયાલા જેલમાં કેદ કરાયા હતા. નવાઝને 10, મરિયમને 7 અને કેપ્ટન સફદરને એક વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. હવે ઇસ્લામાબાદ હાઇકોર્ટે આ સજા રદ કરી દીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement