શોધખોળ કરો

Nepal Flood: નેપાળ વિનાશક પુર બાદ 616 મૃતદેહ મળ્યાં, 100 મૂળ ભારતીય હજુ ગુમ

Nepal Flood : નેપાળમાં આવેલા અચાનક પૂરના કારણે ચીન તરફ 400 ભારતીય નાગરિકો ફસાયા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 100થી વધુ ભારતીય નાગરિકોનો હજુ સુધી સંપર્ક થઈ શક્યો નથી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નેપાળ પૂર: ચીનમાં 400 ભારતીયો સુરક્ષિત; 100 સંપર્કવિહોણા.
  • ભારતે નેપાળને 47.5 ટન માનવતાવાદી સહાય મોકલી.
  • ત્રીજી સહાય ફ્લાઇટની તૈયારી; 540 વિદેશીઓ ગુમ છે.

Nepal Flood : નેપાળમાં આવેલા પૂરના કારણે ચીન તરફ ફસાયેલા 400 ભારતીય નાગરિકો સુરક્ષિત છે અને પોતાના પરિવારજનોના સંપર્કમાં છે. ભારતીય દૂતાવાસ પણ તેમના સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે જણાવ્યું હતું કે, ચીન તરફ ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તમણે વધુમાં જણાવ્યું કે, નેપાળમાં આવેલા પૂરમાં ફસાયેલા આશરે 100 ભારતીય નાગરિકોનો હજુ સુધી સંપર્ક થઈ શક્યો નથી.

ભારતે નેપાળને મોકલી જરૂરી મદદ

રણધીર જયસ્વાલે જણાવ્યું કે, આ દુર્ઘટના સર્જાતાં જ ભારતે તે જ દિવસે માનવતાવાદી મદદના પ્રયાસો શરૂ કરી દીધા હતા. 26 ઓગસ્ટની સાંજે પ્રથમ વિમાન રવાના કરવામાં આવ્યું હતું, જેમાં 10 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી હતી. આ રાહત સામગ્રીમાં અસ્થાયી આશ્રય માટેની સામગ્રી, ધાબળા, હાઇજીન કિટ, સોલાર લેમ્પ અને દવાઓનો સમાવેશ થતો હતો.

ત્યારબાદ 27 ઓગસ્ટે સવારે લગભગ 10:30 વાગ્યે બીજી ફ્લાઇટ રવાના કરવામાં આવી હતી. આ વિમાનમાં 37.5 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી હતી. તેમાં ટેન્ટ, ધાબળા, હાઇજીન કિટ, સોલાર લેમ્પ, પાણી બહાર કાઢવાના પંપ, કિચન સેટ, જનરેટર સેટ, દવાઓ તેમજ ખાદ્ય સામગ્રીનો સમાવેશ થાય છે.

મદદની ત્રીજી ખેપ મોકલવાની તૈયારી

પ્રવક્તાએ જણાવ્યું કે, ભારત ત્રીજી રાહત ફ્લાઇટ મોકલવા અંગે વિચાર કરી રહ્યું છે, જે આજે સાંજે રવાના થવાની સંભાવના છે.આ ફ્લાઇટમાં પોર્ટેબલ જનરેટર સેટ, ડિગ્નિટી કિટ, ખાદ્ય સામગ્રી, પાણી શુદ્ધ કરવાની ગોળીઓ, દવાઓ તેમજ નેપાળ તરફથી માંગવામાં આવેલી અન્ય જરૂરી સામગ્રી મોકલવામાં આવશે. આ ત્રીજી ફ્લાઇટમાં કુલ આશરે 12થી 13 ટન રાહત સામગ્રી મોકલવામાં આવશે.

540 થી વધુ વિદેશીઓ પણ ગુમ છે
ગુમ થયેલા લોકોમાં નોંધપાત્ર સંખ્યામાં વિદેશી નાગરિકો છે. અહેવાલો અનુસાર, ઓછામાં ઓછા 540 વિદેશીઓ હજુ પણ ગુમ છે. આમાંના ઘણા કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા હિન્દુ યાત્રાળુઓ છે. આ દુર્ઘટના ભારત માટે પણ મોટી ચિંતાનો વિષય બની છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 84 ભારતીયોને બચાવી લેવામાં આવ્યા છે. તેમાં તમિલનાડુના 21 લોકો અને ત્રિશુલી-1 હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં કામ કરતા 63 કર્મચારીઓનો સમાવેશ થાય છે. 149 ભારતીયો ચીનથી સુરક્ષિત રીતે નેપાળ પહોંચ્યા છે, જ્યારે આશરે 4૦૦ ભારતીયો ચીનમાં સુરક્ષિત છે અને ભારતીય દૂતાવાસ તેમના પરત ફરવામાં મદદ કરી રહ્યું છે. આમ છતાં, આશરે 320 ભારતીયો સંપર્કવિહોણા છે. પૂરને કારણે ટેલિકોમ્યુનિકેશનને ભારે અસર થઈ છે.

Frequently Asked Questions

નેપાળ પૂરના કારણે ચીનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની શું સ્થિતિ છે?

ચીનમાં ફસાયેલા 400 ભારતીય નાગરિકો સુરક્ષિત છે અને પોતાના પરિવારજનોના સંપર્કમાં છે. ભારતીય દૂતાવાસ તેમને બહાર કાઢવા પ્રયાસ કરી રહ્યું છે.

નેપાળ પૂરને કારણે કેટલા ભારતીયોનો સંપર્ક નથી થઈ શક્યો?

નેપાળમાં આવેલા પૂરને કારણે આશરે 320 ભારતીયોનો સંપર્ક નથી થઈ શક્યો. ટેલિકોમ્યુનિકેશનને અસર થવાને કારણે આ સમસ્યા ઊભી થઈ છે.

ભારતે નેપાળને કઈ રીતે મદદ મોકલી છે?

ભારતે 26 અને 27 ઓગસ્ટે બે રાહત ફ્લાઇટ્સ દ્વારા કુલ 47.5 ટન માનવતાવાદી મદદ મોકલી છે. ત્રીજી ખેપ મોકલવાની પણ તૈયારી છે જેમાં 12-13 ટન રાહત સામગ્રી હશે.

નેપાળ પૂરમાંથી કેટલા ભારતીયોને બચાવવામાં આવ્યા છે?

અત્યાર સુધીમાં 84 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં તમિલનાડુના 21 અને એક હાઇડ્રોપાવર પ્રોજેક્ટના 63 કર્મચારીઓનો સમાવેશ થાય છે.

Advertisement

ટોપ સ્ટોરી

પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
Hindu Population: 2070માં ઘટશે હિંદુઓની વસ્તી? મુસ્લિમો હશે સૌથી વધુ, જાણો કેટલું હશે અંતર?
Hindu Population: 2070માં ઘટશે હિંદુઓની વસ્તી? મુસ્લિમો હશે સૌથી વધુ, જાણો કેટલું હશે અંતર?
APEC Summit: વિશ્વની ત્રણ મહાસત્તા એક જ મંચ પર, શી જિનપિંગને ઉષ્માભેર મળ્યાં ટ્રમ્પ અને પુતિન
APEC Summit: વિશ્વની ત્રણ મહાસત્તા એક જ મંચ પર, શી જિનપિંગને ઉષ્માભેર મળ્યાં ટ્રમ્પ અને પુતિન
APEC summit: ચીન પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, એરપોર્ટ પર જિનપિંગે કર્યું સ્વાગત
APEC summit: ચીન પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, એરપોર્ટ પર જિનપિંગે કર્યું સ્વાગત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Embed widget