(Source: ECI/ABP News/ABP Majha)
Netflix, Disney+ અને Amazon Primeનો પાસવર્ડ શેર કરવા પર થશે જેલ
એજન્સીએ આ વિશે કહ્યું કે પાસવર્ડ શેરિંગના મામલામાં ઘણા ક્રિમિનલ અને સિવિલ કાયદા પણ લાગુ પડે છે
Netflix: Netflix પાસવર્ડ શેરિંગને રોકવા માટે કામ કરી રહ્યું છે. કંપનીનો દાવો છે કે પાસવર્ડ શેરિંગથી તેને ઘણું નુકસાન થાય છે. પરંતુ, ટૂંક સમયમાં Netflix, Disney+ અને Amazon Prime Videoનો પાસવર્ડ શેર કરવો ગેરકાયદેસર બની શકે છે.
TorrentFreak એ આ અંગેની જાણકારી આપી છે. જો કે ભારતીય યુઝર્સે આ અંગે ચિંતા કરવાની જરૂર નથી. બ્રિટનમાં ટૂંક સમયમાં આ અંગેનો કાયદો આવશે. રિપોર્ટ અનુસાર, યુકેની નવી પ્રાઇવેસી ગાઇડલાઇનમાં જણાવ્યા અનુસાર, ડિઝની+ જેવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મનો પાસવર્ડ શેર કરવો એ કોપીરાઈટ કાયદાનું ઉલ્લંઘન છે.
યુકેમાં ટૂંક સમયમાં પાસવર્ડ્સ શેર કરી શકાશે નહીં
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એજન્સીએ આ વિશે કહ્યું કે પાસવર્ડ શેરિંગના મામલામાં ઘણા ક્રિમિનલ અને સિવિલ કાયદા પણ લાગુ પડે છે. જેમાં યુઝર્સને પેમેન્ટ વિના કોપીરાઈટ પ્રોટેક્ટેડ વર્ક એક્સેસ કરવાની મંજૂરી આપવાનો પણ સમાવેશ થાય છે. પરિસ્થિતિના આધારે તે છેતરપિંડીની શ્રેણીમાં પણ આવી શકે છે.
નવા નિયમ અનુસાર, યુકેમાં ટૂંક સમયમાં સ્ટ્રીમિંગ સર્વિસ પાસવર્ડ શેર કરવું ગેરકાયદેસર ગણાશે. જેઓ આવું કરશે તેમની સામે છેતરપિંડી અને કોપીરાઈટ કાયદાના ઉલ્લંઘન માટે કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે, યુકેમાં રહેતા યુઝર્સ માટે આ કરવું શક્ય નહીં હોય.
ભારતમાં કોઈ કાયદો નથી
ભારત સહિત અન્ય દેશોમાં આવો કોઈ કાયદો નથી. તમને જણાવી દઈએ કે નેટફ્લિક્સે અગાઉ જાહેરાત કરી હતી કે તે આવતા વર્ષે પાસવર્ડ શેરિંગ એકાઉન્ટને મોનિટાઇઝ કરશે. જો કે હજુ સુધી આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કંપનીએ રિવન્યૂ રિઝલ્ટ દરમિયાન કર્મચારીઓને આ વિશે જાણ કરી હતી. કંપનીએ કહ્યું હતું કે તે અન્ય સભ્ય સાથે પાસવર્ડ શેર કરવા માટે આવતા વર્ષથી એકાઉન્ટ પર ચાર્જ લેશે.
ભારતમાં ઘણી ટેલિકોમ કંપનીઓ તેમની ઘણી યોજનાઓ સાથે Netflix, Disney + અને Amazon Prime જેવી સ્ટ્રીમિંગ સેવાઓનો લાભ પણ પ્રદાન કરે છે. પરંતુ, ઘણી કંપનીઓએ ડિઝની + હોટસ્ટાર સાથે આવતા પ્રીપેડ પ્લાનને બંધ કરી દીધા છે.
WhatsApp એ નવેમ્બરમાં 37 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ મુક્યો, જાણો કેમ?
ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે નવેમ્બર મહિનામાં લાખો ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. મેસેજિંગ પ્લેટફોર્મનો તાજેતરનો રિપોર્ટ દર્શાવે છે કે વોટ્સએપે 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી 37 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. વોટ્સએપે ઓક્ટોબર મહિનામાં પણ લાખો એકાઉન્ટ્સ પર સમાન પ્રતિબંધ લાગુ કર્યો હતો, પરંતુ તે સમયે એકાઉન્ટ્સની સંખ્યા વર્તમાન સંખ્યા કરતા 2 લાખ ઓછી હતી