New Year 2024 : બેંગકોકમાં નવા વર્ષ 2024નું જશ્ન, લોકોએ આ રીતે કર્યુ સ્વાગત જુઓ શાનદાર વીડિયો
થાઈલેન્ડે બેંગકોકમાં ફટાકડા ફોડીને નવું વર્ષ 2024 ઉજવ્યું. ન્યુઝીલેન્ડમાં પણ નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે.
આજે વર્ષ 2023નો છેલ્લો દિવસ છે. વર્ષ 2023 સમાપ્ત થવામાં હવે માત્ર ગણતરીની મિનિટો બાકી છે. આજે રાત્રે 12 વાગ્યા પછી ભારત અને અન્ય દેશોમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે. નવા વર્ષને આવકારવા દેશભરમાં તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન, થાઈલેન્ડે બેંગકોકમાં ફટાકડા ફોડીને નવું વર્ષ 2024 ઉજવ્યું. ન્યુઝીલેન્ડમાં પણ નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ઓકલેન્ડમાં પ્રથમ વખત નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ઓકલેન્ડમાં લોકોએ નવા વર્ષની શરૂઆત શાનદાર આતશબાજી સાથે કરી હતી. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઓકલેન્ડનો સ્કાય ટાવર ફટાકડાથી ઝળહળી ઉઠ્યો. 10 સેકન્ડના કાઉન્ટડાઉન પછી, સ્કાય ટાવર પર ફટાકડા શરૂ થયા. આ ફટાકડા 5 મિનિટ સુધી ચાલુ રહ્યા.
#WATCH | Thailand celebrates the beginning of New Year 2024 with dazzling fireworks in Bangkok
— ANI (@ANI) December 31, 2023
(Source: Reuters) pic.twitter.com/Ryyig5lWaJ
થાઈલેન્ડમાં નવા વર્ષની ખૂબ જ શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી છે. ફટાકડા ફોડીને વર્ષ 2024નું સ્વાગત કરવામાં આવ્યું છે. ન્યૂઝિલેન્ડમાં સૌથી પહેલા નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ સિડનીમાં નવા વર્ષનો જશ્ન મનાવવામાં આવ્યો હતો.
સ્કાય ટાવર ખાતે ફટાકડા ફોડીને નવા વર્ષનું સ્વાગત કર્યું
ન્યુઝીલેન્ડના લોકો 2024માં નવા વર્ષની ઉજવણી કરનારા પ્રથમ દેશવાસીઓ બન્યા છે. ઓકલેન્ડના રહેવાસીઓએ ન્યુઝીલેન્ડની સૌથી ઊંચી ઇમારત સ્કાય ટાવર ખાતે ફટાકડા ફોડીને નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વિશ્વના કેટલાક ભાગોમાં નવા વર્ષની શરૂઆત
ભારતમાં નવા વર્ષની શરૂઆત થવામાં માત્ર ગણતરીની મિનિટો બાકી છે, પરંતુ વિશ્વના કેટલાક ભાગોમાં નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે. ભારતમાં પણ લોકો નવા વર્ષને આવકારવા માટે તૈયાર છે. મુંબઈ, દિલ્હી, બેંગ્લુરુ, હૈદરાબાદ, અમદાવાદ સહિત દેશના મોટા શહેરોમાં યુવાધન નવા વર્ષ 2024ને આવકારવા માટે તૈયાર છે. ભારતમાં રાત્રે 12 વાગ્યે નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે.
લોકોમાં અનેરો ઉત્સાહ
થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે લોકો મોટી સંખ્યામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા ઘરેથી બહાર નિકળ્યા છે. મુંબઈ, દિલ્હી જેવા મોટા શહેરોમાં યુવાનો નવા વર્ષને આવકારવા રસ્તા પર આવ્યા છે. ભારતમાં નવા વર્ષની શરૂઆત થવામાં ગણતરીની મિનિટો બાકી છે.