શોધખોળ કરો
Advertisement
બોર્ડર પર મુલાકાત, ઐતિહાસિક સંમેલન માટે પગપાળા દક્ષિણ કોરિયા પહોંચ્યા કિમ જોંગ ઉન
નવી દિલ્હીઃ દુનિયા માટે આજે ઐતિહાસિક દિવસ છે. પરમાણું હથિયારો અને મિસાઇલોની ધમકી આપનારા નોર્થ કોરિયન નેતા કિમ જોંગ ઉને શુક્રવારે સીમા પાર કરીને દક્ષિણ કોરિયના રાષ્ટ્રપતિ મૂન સાથે મુલાકાત કરી. કિમ જોંગ ઉન દક્ષિણ કોરિયામાં ન્યૂક્લિયર સંકટ પર થનારી સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે.
ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગે ઐતિહાસિક અંતર કોરિયન સંમેલનમાં ભાગ લેવા માટે શુક્રવારે સવારે પગપાળા ચાલીને બોર્ડર પાર કરી હતી, ઉલ્લેખનીય છે કે, કિમ જોંગ ઉન 1950-53 ના કોરિયન યુદ્ધની સમાપ્તિ બાદ દક્ષિણ કોરિયાની ધરતી પર પગ મુકનાર પહેલો ઉત્તર કોરિયન શાસક છે.
કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન અને દક્ષિણ કોરિયન રાષ્ટ્રપતિ મૂન જે ઇનની વચ્ચે આજે મુલાકાત થઇ, આખી દુનિયાની નજર આ ઐતિહાસિક બેઠક પર ટકી હતી. કોરિયન યુદ્ધ બાદ પહેલી વખત કોરિયન દેશોના નેતાઓ એકબીજાને મળ્યા છે. આ મુલાકાત બન્ને દેશોની સીમા પર બનેલા ડિમિલિટ્રાઇઝ જોન એટલે ડીએમજેડ પર થઇ હતી. ડીએમજેડમાં બનેલા પનમૂનજેઓમ ગામના 'પીસ હાઉસ'માં કિમ જોંગ અને મૂન જે ઇન મળ્યા હતા.
બેઠક બાદ વિઝિટર્સ ડાયરીમાં કિમ જોંગ ઉને મુલાકાતને ઐતિહાસિક ગણાવી. કિમ જોંગ ઉને લખ્યું કે, અહીંથી એક નવો ઇતિહાસ લખાશે. અમે શાંતિ સ્થાપિત કરવા વાળા ઇતિહાસનો એક નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યાં છીએ. અમેરિકાએ પણ આ બેઠકનું સ્વાગત કર્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
આરોગ્ય
દેશ
Advertisement