શોધખોળ કરો
નોટબંદીની નેપાળ પર જોરદાર અસર, પ્રચંડે PM મોદીને ફોન કરીને માંગી મદદ

કાઠમાડૂ: નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલે મંગળવારે ભારતીય પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને ફોન પર વાત કરી હતી. ભારતમાં 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કર્યા પછી નેપાળમાં જે લોકોની પાસે આ નોટ છે તેમની મુશ્કેલીઓ વિશે પ્રચંડે પીએમ નરેંદ્ર મોદીને જણાવ્યું હતું. તેમને ભારતીય પ્રધાનમંત્રીથી અમુક એવી વ્યવસ્થા બનાવવાની માંગણી કરી, જેનાથી નેપાળમાં જે લોકોની પાસે ભારતીય ચલણ છે તે પણ સરળતાથી બદલી શકે. લગભગ પાંચ મિનિટની પોતાની વાતચીતમાં પ્રચંડે પ્રધાનમંત્રી મોદીને કહ્યું કે નેપાળમાં પણ ઘણા લોકોની પાસે મોટી સંખ્યામાં 500 અને 1000 રૂપિયાની નોટોના રૂપમાં ભારતીય ચલણ છે. પરંતુ હવે ભારત સરકારે આ નોટોના ચલણને બંધ કરી દીધું છે.
વધુ વાંચો





















