શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાવાયરસઃ હવે પાકિસ્તાને ભારત પાસે માંગી હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા, જાણો વિગત
પાકિસ્તાનમાં કોરોના વાયરસ સંક્રમણના અત્યાર સુધીમાં 5988 મામલા સામે આવી ચુક્યા છે. જ્યારે 107 લોકોના મોત થયા છે અને 1446 લોકો સ્વસ્થ થયા છે.
કરાચીઃ સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. તમામ દેશો કોરોના વાયરસને ખતમ કરવા અને તેમના દેશવાસીઓને છૂટકારો અપાવવાની કોશિશ કરી રહ્યા છે. પાકિસ્તાને કોરોના વાયરસ સામે રક્ષણ આપતી મલેરિયાની હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાની માંગ ભારત પાસે કરી છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા માટે પાકિસ્તાન ઉપરાંત મલેશિયા અને તુર્કીએ પણ ભારતનો સંપર્ક કર્યો છે. આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
મલેરિયાની સારવારમાં ઉપયોગમાં લેવાતી હાઈડ્રોક્સીક્લોરોકવીન દવાનું ભારત સૌથી મોટું નિર્માતા છે. વિશ્વમાં આ દવાના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 70 ટકા છે. આ દવા કોરોના વાયરસના સંક્રમણની સારવારમાં અકસીર માનવામાં આવે છે. ભારતની હાઈડ્રોક્સીક્લોરોક્વીનની દર મહિને ઉત્પાદન ક્ષમતા 40 ટન છે. જે 200-200 એમજીની આશરે 20 કરોડ ટેબલેટ બરાબર છે.
દુનિયાના આ 15 દેશો કોરોનાના કેરથી બચ્યા, કોરોનાવાયરસનો એક પણ કેસ નહીં
પાકિસ્તાનમાં કોરોના વાયરસ સંક્રમણના અત્યાર સુધીમાં 5988 મામલા સામે આવી ચુક્યા છે. જ્યારે 107 લોકોના મોત થયા છે અને 1446 લોકો સ્વસ્થ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion