શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દુનિયાના આ 15 દેશો કોરોનાના કેરથી બચ્યા, કોરોનાવાયરસનો એક પણ કેસ નહીં
દુનિયાના 15 એવા દેશો છે જે કોરોનાની મહામારીની ઝપેટમાં નથી આવ્યા. આ દેશોમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી.
નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ચીનના વુહાન શહેરમાંથી શરૂ થયેલા આ વાયરસે ખૂબ ટૂંકાગાળામાં 20 લાખ લોકોને તેના ભરડામાં લઈ લીધા છે. વાયરસના કારણે સવા લાખ લોકો મોતને ભેટ્યા છે. આ દરમિયાન દુનિયાના 15 દેશો કોરોના મુક્ત રહ્યા છે.
વિશ્વના કુલ સાત ખંડમાંથી કોરોના વાયરસ છ ખંડમાં પહોંચી ચુક્યો છે. જ્યારે એન્ટાર્ટિકા એક માત્ર એવો મહાદ્વીપ છે જ્યાં કોરોના વાયરસને હજુ એક પણ મામલો સામે આવ્યો નથી. કોરોના વાયરસથી મુક્ત રહેલા કેટલાક દેશોના નામ પણ ઓછા જાણીતા છે.
આ દેશો રહ્યા કોરોનાથી મુક્ત
કોમોરોસ, કિરિબાતી, લેસોથો, માર્શલ આઈલેંડ્સ, માઈક્રોનેશિયા, નોરુ, નોર્થ કોરિયા, પલાઉ, સમોઆ, સોલોમન આઈલેંડ્સ, તજાકિસ્તાન, ટોંગા, તુર્કમેનિસ્તાન, તુવાલુ, વાનુઅતુ
શું છે કારણ
આ દેશો કોરોનાથી મુક્ત રહ્યા તે પાછળનું કારણ ઓછી વસ્તી મુખ્ય છે. આ ઉપરાંત અહીંયા અન્ય દેશોની તુલનામાં મુલાકાતે આવતા લોકોનું પ્રમાણ નહીંવત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion