World Corona: કોરોનાએ ફરી માથું ઉંચક્યું,વિશ્વભરમાં ચાર અઠવાડિયામાં મૃત્યુઆંકમાં 8%નો વધારો
WHO અનુસાર, છેલ્લા 28 દિવસમાં સમગ્ર વિશ્વમાં 118,000 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 1600 ICUમાં
World Corona:કોરોનાએ ફરી એકવાર દુનિયાને ડરાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા એક મહિનામાં સમગ્ર વિશ્વમાં કોરોનાના 8.5 લાખ નવા કેસ નોંધાયા છે. WHOએ કહ્યું કે, છેલ્લા ચાર અઠવાડિયામાં કોરોનાના કેસમાં 52%નો વધારો થયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન WHO અનુસાર, ચાર અઠવાડિયામાં સમગ્ર વિશ્વમાં કોરોનાને કારણે 3 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા 28 દિવસની સરખામણીએ આ ચાર અઠવાડિયામાં મૃત્યુમાં પણ 8%નો વધારો થયો છે. 17 ડિસેમ્બર સુધીમાં વિશ્વભરમાં 77 કરોડથી વધુ કેસ નોંધાયા છે.
WHO અનુસાર, છેલ્લા 28 દિવસમાં સમગ્ર વિશ્વમાં 118,000 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 1600 ICUમાં છે. હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં પણ પાછલા દિવસોની સરખામણીએ 23%નો વધારો થયો છે. WHO અનુસાર, Omicron વેરિયન્ટ JN.1 ના કારણે કોરોનામાં વધારો થયો છે. તે તદ્દન ચેપી છે.
શું જૂની રસી JN.1 પર અસરકારક છે?
કોરોનાના નવા વેરિઅન્ટ JN.1ના ઝડપી પ્રસારને કારણે હાલની રસીઓ તેની સામે રક્ષણ આપી શકશે કે કેમ તે પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. WHOએ કહ્યું કે વર્તમાન રસી JN.1 અને SARS-CoV-2 દ્વારા થતા ગંભીર રોગ અને મૃત્યુ સામે રક્ષણ આપવા સક્ષમ છે. WHOએ કહ્યું કે તે JN.1 વેરિઅન્ટ પર સતત નજર રાખી રહ્યું છે.
WHOએ લોકોને રસી લેવા, માસ્ક પહેરવા અને સુરક્ષિત અંતર જાળવવા જેવા નિયમોનું પાલન કરવાની સલાહ આપી છે, જેથી કોરોના સંક્રમણથી બચી શકાય. એટલું જ નહીં, WHOએ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાના કિસ્સામાં ટેસ્ટ કરાવવાની પણ સલાહ આપી છે.
ભારતમાં 423 નવા કેસ નોંધાયા છે
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 423 કેસ નોંધાયા છે. જેમાંથી 22 કેસ JN.1 વેરિઅન્ટના છે. જેમાંથી જેએન.1 વેરિઅન્ટના 21 કેસ ગોવામાં જ્યારે એક કેસ કેરળમાં જોવા મળ્યો હતો. દેશમાં સક્રિય કેસ વધીને 3420 થઈ ગયા છે. આ પહેલા ગુરુવારે દેશભરમાં 640 કેસ નોંધાયા હતા.