Omicron Virus Death: આ દેશમાં ઓમિક્રોનથી થયું પ્રથમ મોત, જાણો મહત્વના સમાચાર
કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની દહેશત સમગ્ર વિશ્વમાં છે. તમામ દેશો ઓમિક્રોનના કારણે સતર્ક થઈ ગયા છે. યૂકેમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી પ્રથમ મોત થયું છે.
કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની દહેશત સમગ્ર વિશ્વમાં છે. તમામ દેશો ઓમિક્રોનના કારણે સતર્ક થઈ ગયા છે. યૂકેમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી પ્રથમ મોત થયું છે. યૂકેના પીએમ બોરીસ જોનસને આ વાતની પુષ્ટી કરી છે.
બ્રિટનમાં આજે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત એક દર્દીનું મોત થયું છે. વિશ્વમાં આ પ્રકારથી મૃત્યુનો આ પ્રથમ કેસ છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને આ વાતની પુષ્ટિ કરી છે. તમને જણાવી દઈએ કે યુકેમાં ઓમિક્રોનનો કેસ ઝડપથી વધી રહ્યો છે. આ પ્રકારનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં આવ્યો હતો. યુકેમાં, લગભગ 1500 લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થયા છે.
Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 16માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 7350 નવા કેસ નોંધાયા છે અને 202 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 7973 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 561 દિવસના નીચલા સ્તર 91,456 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 3856 કેસ નોંધાયા છે અને 143 સંક્રમિતોના મોત થયા છે.
ગઈકાલે કેટલા કેસ નોંધાયા હતા
12 ડિસેમ્બરે 7774 નવા કેસ નોંધાયા હતા અને 306 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 8464 લોકો કોરોના સામે જંગ જીત્યા હતા.
દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું
દેશમાં અત્યાર સુધીમાં 133,17,84,462 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 19,10,917 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.
કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 8,55,692 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 46 લાખ 97 હજાર 860
- કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 41 લાખ 30 હજાર 768
- એક્ટિવ કેસઃ 91 હજાર 456
- કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 75 હજાર 636