Papua New Guinea: પાપુઆ ગિનીમાં ભારે તબાહી, ભૂસ્ખલનના કારણે 100થી વધુના મોત
Papua New Guinea: પાપુઆ ન્યુ ગિનીના એન્ગા પ્રાંતના કાઓકલામ ગામમાં એક વિશાળ ભૂસ્ખલન થયું છે. એબીસી ન્યૂઝે શુક્રવારે અહેવાલ આપ્યો હતો કે આ દુર્ઘટનામાં 100 થી વધુ લોકોના મોતનો અંદાજ છે
Landslide Papua New Guinea: પાપુઆ ન્યુ ગિનીના એન્ગા પ્રાંતના કાઓકલામ ગામમાં એક વિશાળ ભૂસ્ખલન થયું છે. એબીસી ન્યૂઝે શુક્રવારે અહેવાલ આપ્યો હતો કે આ દુર્ઘટનામાં 100 થી વધુ લોકોના મોતનો અંદાજ છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો માટી નીચે દટાયેલા છે. ગ્રામજનોએ ઘટના સ્થળેથી મોટી સંખ્યામાં મૃતદેહો બહાર કાઢ્યા છે. હાલમાં આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનો સત્તાવાર આંકડો આવ્યો નથી.
#BREAKING Massive landslide hits Papua New Guinea, many feared dead, say local officials, aid groups pic.twitter.com/JiYvRW4VGp
— AFP News Agency (@AFP) May 24, 2024
એબીસી ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે ભૂસ્ખલન પોર્ટ મોરેસ્બીથી લગભગ 600 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં એન્ગા પ્રાંતના કાઓકલામ ગામમાં સવારે 3 વાગ્યે થયું હતું. એન્ગા પ્રાંતીય વહીવટીતંત્રનું કહેવું છે કે તેમણે ભૂસ્ખલનના કારણે થયેલા નુકસાનનું ઝડપથી મૂલ્યાંકન કરવા માટે ઇમરજન્સી એક્શન ટીમની રચના કરી છે.
#UPDATE A massive landslide struck Papua New Guinea's highlands Friday, local officials and aid groups said, with many feared dead.
— AFP News Agency (@AFP) May 24, 2024
The disaster hit in Kaokalam village, in Papua New Guinea's remote Enga province. Provincial governor Peter Ipatas told @AFP that a big landslide… pic.twitter.com/6uxqHcEzW7
ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટર એબીસીએ પણ સ્થાનિક લોકોને ટાંકીને આ ઘટનાની માહિતી શેર કરી છે. કાઓકલામના એક વ્યક્તિએ ચેનલને જણાવ્યું કે લોકો માટે રાહત કાર્ય ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. ઘણા ભારે પથ્થરો, વૃક્ષો અને છોડ પડી ગયા છે. જેના કારણે ઈમારતોને નુકસાન થયું હતું. જેના કારણે મૃતદેહો શોધવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
અન્ય એક મહિલા એલિઝાબેથ લારુમાએ જણાવ્યું હતું કે નજીકની ટેકરી પરથી કાદવ અને વૃક્ષો પડતાં કેટલાંય મકાનો ધરાશાયી થયાં હતાં. આખું ગામ ગાઢ નિંદ્રામાં હતું ત્યારે આ ઘટના બની હતી. તેમણે કહ્યું કે ગામના 100થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા છે.