શોધખોળ કરો

Protest in PoK: PoKમાં શાહબાઝ-મુનીર વિરુદ્ધ બળવો, મુઝફ્ફરાબાદથી રાવલકોટ સુધી વિરોધ પ્રદર્શન

Protest in PoK: અનેક વિસ્તારોમાં હજારો લોકો રસ્તા પર ઉતરીને પાકિસ્તાની સરકાર અને સેના વિરુદ્ધ વિરોધ કરી રહ્યા છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સસ્તા અનાજ-વીજળી માટે વ્યાપક વિરોધ.
  • રાવલકોટ-મુઝફ્ફરાબાદ સહિત અનેક શહેરોમાં લોકો રસ્તા પર ઉતર્યા.
  • પોલીસ ગોળીબાર-ટીયરગેસથી 7 ઘાયલ; સુરક્ષા દળો સાથે અથડામણ.
  • બ્રિગેડિયર ફૈક અયુબ દ્વારા 57 નાગરિકોની હત્યા; ISI દ્વારા દમન.

Protest in PoK: વિરોધ પ્રદર્શનોને પગલે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં પરિસ્થિતિ વધુને વધુ તંગ બની રહી છે. રાવલકોટ, મુઝફ્ફરાબાદ, કોટલી, ભીમ્બર, દદયાલ, પાલંદરી અને સુધનોતિ સહિત અનેક વિસ્તારોમાં હજારો લોકો રસ્તા પર ઉતરીને પાકિસ્તાની સરકાર અને સેના વિરુદ્ધ વિરોધ કરી રહ્યા છે અને સ્વતંત્રતા માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

રાવલકોટમાં સવારે 11 વાગ્યે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રસ્તાઓ બ્લોક કરીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. આ દરમિયાન, પાકિસ્તાની પોલીસ, સેના અને રેન્જર્સે ભીમ્બરથી રાવલકોટ તરફ જતા પ્રદર્શનકારીઓને રોકવા માટે ગોળીબાર અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા. પેલેટ ગન પણ છોડવામાં આવી હતી, જેમાં ઓછામાં ઓછા સાત લોકો ઘાયલ થયા હતા.

સમગ્ર PoKમાં વિરોધ પ્રદર્શન

કોટલીમાં મોટી સંખ્યામાં કાશ્મીરીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને  સૂત્રોચ્ચાર કર્યો હતો. પ્રદર્શનકારીઓએ રાવલકોટ તરફ કૂચ કરી હતી. વધુમાં દદયાલમાં પાકિસ્તાની સેના વિરુદ્ધ પ્રદર્શનકારીઓની મોટી ભીડ રસ્તા પર જોવા મળી હતી. સમગ્ર PoKમાં વિરોધ પ્રદર્શનની સાથે બજાર બંધની અસર જોવા મળી હતી. મુઝફ્ફરાબાદ, રાવલકોટ, કોટલી, ભીમ્બર અને દદયાલ સહિત અનેક શહેરોમાં બજારો બંધ છે અને લોકો પાકિસ્તાની સરકાર અને સૈન્ય સામે વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઉતરી રહ્યા છે.

આ પણ વાંચોઃ India Nuclear Weapons: ભારતે પહેલીવાર 12 પરમાણુ હથિયાર કર્યા તૈનાત, નવા રિપોર્ટથી પાક-ચીનને લાગશે 440 વૉલ્ટનો ઝટકો

પાલંદરીમાં પ્રદર્શનકારીઓએ ભીડને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળો દ્વારા છોડવામાં આવેલા ટીયર ગેસના શેલ હાથમાં લીધા હતા અને હજારો લોકો રસ્તા પર ઉભા રહીને પાકિસ્તાની સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. સુધનોતીમાં લોકોએ પ્રદર્શન પણ કર્યું હતું અને પાકિસ્તાની સરકાર અને સૈન્યને ચેતવણી મેસેજ આપવામાં આવ્યો હતો. 

38 માંગણીઓ પર વિરોધ કરી રહ્યા છે લોકો 

મુઝફ્ફરાબાદના નીલમ બ્રિજ પર પ્રદર્શનકારીઓ અને પાકિસ્તાની સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે અને ફાયરિંગની તસવીરો સામે આવી છે. જેનાથી વિસ્તારમાં તણાવ વધુ વધી રહ્યો છે. પીઓકેના લોકો સસ્તી વીજળી, લોટ, ચોખા અને કઠોળ સહિત 38 માંગણીઓ પર વિરોધ કરી રહ્યા છે. પીઓકેના લોકોનું કહેવું છે કે પાકિસ્તાને પીઓકેમાં મંગલા ડેમ જેવા હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ્સ સ્થાપ્યા છે, જે પાકિસ્તાનનો ભાગ નથી અને તેથી લોકોને ઓછા દરે વીજળી પૂરી પાડવી જોઈએ.

પીઓકેના લોકો માંગ કરી રહ્યા છે કે પીઓકે સંસદમાં 12 શરણાર્થી બેઠકો દૂર કરવામાં આવે. હકીકતમાં પીઓકે સંસદમાં 12 બેઠકો કહેવાતા શરણાર્થીઓ માટે અનામત છે જેઓ ભારતીય કાશ્મીરથી પાકિસ્તાની કાશ્મીરમાં સ્થળાંતર કરીને આવ્યા છે અને હવે પીઓકેને બદલે પાકિસ્તાનના વિવિધ ભાગોમાં રહે છે. વધુમાં પાકિસ્તાની સેના સતત હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓ અને ઇસ્લામાબાદ, રાવલપિંડી અને કરાચીમાં રહેતા તેમના પરિવારના સભ્યોને આ 12 બેઠકો પર ચૂંટે છે. પરિણામે, પીઓકે સંસદમાં 45 માંથી 12 બેઠકો ISI અને પાકિસ્તાની સેનાના મનપસંદ લોકો દ્વારા કબજે કરવામાં આવી છે. તેઓ, ઈચ્છા મુજબ, 11 સભ્યોથી અલગ થઈ શકે છે અને પીઓકેમાંથી પોતાના વડાપ્રધાન નિયુક્ત કરી શકે છે.

મુનીરે લાહોરના કસાઈને પીઓકે મોકલ્યો

ગયા વર્ષથી પીઓકેમાં પાકિસ્તાની સેના તેમના હકોની માંગણી કરતા નાગરિકો પર નરસંહાર કરી રહી છે. પીઓકેમાં આઈએસઆઈ સેક્ટર કમાન્ડર બ્રિગેડિયર ફૈક અયુબ તેનું મુખ્ય કારણ છે. જ્યારથી ફૈક અયુબ પીઓકેમાં આવ્યા છે ત્યારથી સેનાએ પીઓકેમાં ભયાનક નરસંહાર શરૂ કર્યો છે. પીઓકેમાં પોસ્ટિંગ પહેલાં બ્રિગેડિયર ફૈક અયુબ પંજાબમાં સેક્ટર કમાન્ડર હતા, જ્યાં તેમણે લાહોરમાં નરસંહાર કર્યો હતો જેના કારણે તેને "લાહોરનો કસાઈ" તરીકે ઓળખવામાં આવે છે. ગયા વર્ષે આસીમ મલિક અને આસીમ મુનીરે આ જ કસાઈ અધિકારીને પીઓકે મોકલ્યો હતો, જ્યાં તે નરસંહાર કરી રહ્યો છે. 9 જૂનના રોજ બપોરે 2 વાગ્યા સુધીમાં તેણે આઠ મહિનામાં સેનાની ગોળીઓથી 57 નાગરિકોની હત્યા કરી હતી.

Frequently Asked Questions

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં હાલ શું પરિસ્થિતિ છે?

PoK માં પાકિસ્તાની સરકાર અને સેના વિરુદ્ધ વિરોધ પ્રદર્શનોને કારણે પરિસ્થિતિ તંગ છે. રાવલકોટ, મુઝફ્ફરાબાદ સહિત અનેક વિસ્તારોમાં હજારો લોકો રસ્તા પર ઉતરીને સ્વતંત્રતા માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

PoK માં લોકો શા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે?

PoK ના લોકો સસ્તી વીજળી, લોટ, ચોખા અને કઠોળ સહિત 38 માંગણીઓ પર વિરોધ કરી રહ્યા છે. તેઓ PoK સંસદમાં 12 શરણાર્થી બેઠકો દૂર કરવાની પણ માંગ કરે છે.

વિરોધ પ્રદર્શનો દરમિયાન પાકિસ્તાની દળોએ કેવી રીતે પ્રતિક્રિયા આપી?

પાકિસ્તાની પોલીસ, સેના અને રેન્જર્સે પ્રદર્શનકારીઓને રોકવા માટે ગોળીબાર, ટીયર ગેસ અને પેલેટ ગનનો ઉપયોગ કર્યો. જેમાં ઓછામાં ઓછા સાત લોકો ઘાયલ થયા હતા.

બ્રિગેડિયર ફૈક અયુબ કોણ છે અને તેનો શું સંબંધ છે?

બ્રિગેડિયર ફૈક અયુબ PoKમાં ISI સેક્ટર કમાન્ડર છે, જેને 'લાહોરનો કસાઈ' તરીકે ઓળખવામાં આવે છે. તેના પર 8 મહિનામાં 57 નાગરિકોની હત્યા કરવાનો આરોપ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget