શોધખોળ કરો

Pahalgam Terror Attack: ભારતના એક્શનથી ડર્યું પાકિસ્તાન, આંતરરાષ્ટ્રીય સરહદ પર ચોંકીઓ ખાલી, ઝંડા પણ હટાવ્યા

Pahalgam Terror Attack: પહેલગામમાં આતંકવાદી હુમલા પછી પીએમ મોદી સક્રિય છે. તેઓ દિલ્હીમાં સતત બેઠકો કરી રહ્યા છે. મંગળવારે, તેમણે ત્રણેય સેનાના વડાઓ સાથે બેઠક યોજી હતી.

Pahalgam Terror Attack: પહેલગામમાં આતંકવાદી હુમલા પછી પીએમ મોદી સક્રિય છે. તેઓ દિલ્હીમાં સતત બેઠકો કરી રહ્યા છે. મંગળવારે, તેમણે ત્રણેય સેનાના વડાઓ સાથે બેઠક યોજી હતી અને આજે બુધવારે, તેમણે CCS અને CCPA ની બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે ૩ કલાકમાં કુલ ૫ બેઠકો યોજી છે. એક પછી એક બેઠકોથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે પીએમ મોદી આજે  આતંકવાદ અંગે મોટો નિર્ણય લઈ શકે છે.

અહીં પીએમ મોદીના પગલાથી પાકિસ્તાનની ઊંઘ ઉડી ગઈ છે. બુધવારે, પાકિસ્તાની સેનાએ આંતરરાષ્ટ્રીય સરહદ પરની ઘણી ચોકીઓ ખાલી કરી દીધી. પાકિસ્તાની સેનાએ આ ચોકીઓ પરથી ધ્વજ પણ હટાવી દીધા છે. કઠુઆના પરગલ વિસ્તારમાં આ જગ્યાઓ ખાલી કરવામાં આવી છે.

તે જ સમયે, ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન સંપૂર્ણપણે ડરી ગયું છે. આ દરમિયાન, પાકિસ્તાને એક નવો નોટમ જારી કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે લાહોર અને ઇસ્લામાબાદ વચ્ચેનો હવાઈ ટ્રાફિક રૂટ પહેલાની જેમ જ પ્રતિબંધિત રહેવાની શક્યતા છે કારણ કે પાકિસ્તાની વાયુસેના અહીં લશ્કરી કવાયત કરી રહી છે.

પાકિસ્તાની સેના એલઓસી પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહી છે. બુધવારે, પહેલી વાર, પાકિસ્તાની સેનાએ આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. જેનો ભારતીય સેનાએ તાત્કાલિક જવાબ આપ્યો.

બંકર પરથી ધ્વજ ઉતારી લેવામાં આવ્યા
પાકિસ્તાની સૈનિકોએ બંકર ઉપરથી પોતાના ધ્વજ હટાવી દીધા હતા અને હવે બંકરમાં ફક્ત 1 થી 2 સૈનિકો જ હાજર છે. એવા અહેવાલો છે કે પાકિસ્તાની સેના બંકરની આસપાસ સ્થાનિક લોકોને માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહી છે. તે જ સમયે, ભારતના કડક વલણને કારણે પાકિસ્તાનમાં અરાજકતા છે. પાકિસ્તાને બુધવારે "વિશ્વસનીય ગુપ્ત માહિતી" નો હવાલો આપ્યો અને દાવો કર્યો કે ભારત આગામી 24 થી 36 કલાકમાં તેની સામે લશ્કરી કાર્યવાહી કરવાની યોજના બનાવી રહ્યું છે.

પહેલગામ હુમલામાં 26 લોકોના મોત થયા હતા
તમને જણાવી દઈએ કે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત દરેક આતંકવાદી અને તેમના માસ્ટર્સને શોધી કાઢશે અને ન્યાયના કઠેડામાં ઉભા રાખશે. તેમણે કહ્યું હતું કે, "અમે તેમને (પહલગામના હુમલાખોરોને) પૃથ્વીના છેલ્લા ખૂણા સુધી પીછો કરીશું. આતંકવાદ ક્યારેય ભારતનું મનોબળ તોડી શકશે નહીં કારણ કે ભારતે પાકિસ્તાન સામે રાજદ્વારી હુમલાઓ તીવ્ર બનાવ્યા છે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો
Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો
Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
સ્થાનિક મહિલા ક્રિકેટરોની મેચ ફીમાં 2.5 ગણો કરાયો વધારો, BCCIએ કરી મોટી જાહેરાત
સ્થાનિક મહિલા ક્રિકેટરોની મેચ ફીમાં 2.5 ગણો કરાયો વધારો, BCCIએ કરી મોટી જાહેરાત
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
Embed widget