ભારતની કાર્યવાહીમાં પાકિસ્તાનના 11 જવાનો માર્યા ગયા, 78 ઇજાગ્રસ્ત, શાહબાઝ સરકારની કબૂલાત
હવે પાકિસ્તાને સ્વીકાર્યું છે કે ભારતીય કાર્યવાહીમાં 11 પાકિસ્તાની સૈન્ય સૈનિકો માર્યા ગયા હતા

Operation Sindoor: જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે 6-7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સામે બદલો લીધો હતો. ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને 9 આતંકવાદી ઠેકાણાઓને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા, જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. આ પછી પાકિસ્તાને 7 થી 10 મે દરમિયાન ભારત પર ડ્રોન અને મિસાઇલોથી ઘણી વખત હુમલો કર્યો, જેનો ભારતે પણ યોગ્ય જવાબ આપ્યો હતો. ભારતે તેની કાર્યવાહીમાં 11 એરબેઝને તબાહ કરી દીધા હતા. હવે પાકિસ્તાને સ્વીકાર્યું છે કે ભારતીય કાર્યવાહીમાં 11 પાકિસ્તાની સૈન્ય સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે 78 સૈનિકો ઘાયલ થયા હતા. આમાં 5 એરફોર્સના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
પાકિસ્તાને જણાવ્યું હતું કે ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના અબ્દુલ રહેમાન, દિલાવર ખાન, ઇકરામુલ્લા, ખાલિદ, મોહમ્મદ આદિલ અકબર અને નિસાર માર્યા ગયા છે, જ્યારે પાકિસ્તાન વાયુસેનાના સ્ક્વોડ્રન લીડર ઉસ્માન યુસુફ, ચીફ ટેકનિશિયન ઔરંગઝેબ, ચીફ ટેકનિશિયન નજીબ, કોર્પોરલ ટેકનિશિયન ફારૂક અને સિનિયર ટેકનિશિયન મુબાશીરનું મૃત્યુ થયું છે.
પાકિસ્તાન સ્ક્વોડ્રન લીડર ઉસ્માન યુસુફ સહિત જે પાકિસ્તાની એરફોર્સના કુલ પાંચ જવાનો માર્યા હતા એ તમામ જકોબાબાદ એર બેઝ (સિંધ પ્રાંત) પર તૈનાત હતા. ઉસ્માન અને તેના સાથીઓ ભારત સામે JF-17થી ફ્લાય કરવાની તૈયારી કરી રહ્યા હતા તે દરમિયાન ભારતે શહબાઝ એરબેઝ પર હુમલો કર્યો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર થયા.
ત્રણ દિવસની સતત લડાઈ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર થયા હતા. બંને દેશો સંમત થયા કે હવે સરહદ પર શાંતિ સ્થાપિત થશે અને બંને દેશો વચ્ચે તણાવ ઓછો થશે. જોકે, પાકિસ્તાને તેની ગતિવિધિઓ બંધ ન કરી અને લગભગ ત્રણ કલાક પછી તેણે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને ડ્રોન અને મિસાઇલોથી ફરીથી ભારત પર હુમલો કર્યો, પરંતુ ભારતે તેનો જવાબ આપ્યો હતો. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ભારતે તેની કાર્યવાહીમાં 11 એરબેઝને નુકસાન થયું છે. સોમવારે (12 મે) ભારતીય સેનાએ એક પ્રેસ બ્રીફિંગમાં આના પુરાવા રજૂ કર્યા હતા.
પાકિસ્તાને યુદ્ધવિરામની અપીલ કરી
પાકિસ્તાને ભારતને યુદ્ધવિરામ કરાર માટે અપીલ કરી હતી. ખરાબ રીતે હાર્યા બાદ પડોશી દેશે 10 મેના રોજ બપોરે લગભગ 3:35 વાગ્યે ભારતીય સેનાના DGMOનો સંપર્ક કર્યો હતો. ત્યાં સુધીમાં ભારતે આતંકવાદી માળખાનો મોટાભાગે નાશ કરી દીધો હતો.





















