પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, મિયાંવલી એરબેઝમાં ઘૂસ્યા ફિદાઇન હુમલાખોર, ભીષણ ગોળીબારી
પાકિસ્તાની સેનાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે તેને ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. સેનાએ કહ્યું છે કે, આતંકી હુમલો નિષ્ફળ ગયો છે.
Pakistan AirForce Terrorist Attack: પાકિસ્તાની ધરતી ફરી એકવાર મોટા આતંકી હુમલાથી કંપી ગઇ છે. પાકિસ્તાનના મિયાંવાલી એરબેઝ પર મોટો આત્મઘાતી હુમલો થયો છે. આતંકી સંગઠન તહરીક-એ-જેહાદે આ હુમલાની જવાબદારી લીધી છે. હાલમાં આતંકવાદીઓ વિરુદ્ધ પાકિસ્તાની સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલામાં મિયાંવાલી એરબેઝને ભારે નુકસાન થયું છે.
પાકિસ્તાની સેનાનું નિવેદન -
પાકિસ્તાની સેનાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે તેને ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. સેનાએ કહ્યું છે કે, આતંકી હુમલો નિષ્ફળ ગયો છે. આ સાથે સેનાએ જણાવ્યું છે કે તેમનું ઓપરેશન અંતિમ તબક્કામાં છે. પાકિસ્તાની સેનાએ કહ્યું છે કે આત્મઘાતી હુમલામાં વાયુસેનાના ત્રણ વિમાનોને નુકસાન થયું છે.
Terrorists attack on the Pakistan Air Force base in Mianwali.
#PAF #Mianwali #PakArmy #earthquake #Blast pic.twitter.com/HwwAWQvX7J— Rimsha Ishaq (@pti_Rimsha) November 4, 2023
-