શોધખોળ કરો
Advertisement
PAK સંરક્ષણ મંત્રીની ભારતને ધમકી, કહ્યું-અસ્તિત્વ પર ખતરો સર્જાશે તો કરીશું અણુ હુમલો
નવી દિલ્લી: પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ભારતને પરમાણુ હુમલો કરવાની ધમકી આપી છે. પાકના રક્ષા મંત્રી ખ્વાજાએ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે અમારી સલામતીને લઈને કોઈ ભય ઉભો થશે અથવા તો અમારી જમીન પર કોઈ પગ મુકશે તો પરમાણુ હથિયારથી હુમલો કરવામાં અમે પાછા નહી પડીએ.
તેમણે કહ્યું ભારત પાકિસ્તાનને નુકશાન પહોંચાડવાની કોશિશ કરશે તો અમે ભારત પર પરમાણુ હુમલો કરીશું. ખ્વાજાએ કહ્યું કે કાશ્મીર મુદ્દે વાતચીત કરવાથી જ ઉકેલ આવી શકે છે. શાંતિ માટે કાશ્મીર મુદ્દે વાત કરવી જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું ભારત-પાક સંબંધોમાં કાશ્મીર વગર વાતચીત કરવાનો કોઈ મતલબ નથી. આ પહેલી વાર નથી કે પાકિસ્તાન દ્વારા ભારતને પરમાણું હુમલાની ધમકી આપવામાં આવી હોય. કાશ્મીર સરહદ પર છેલ્લા ઘણા સમયથી વાતાવરણ તંગ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement