શોધખોળ કરો
Advertisement
લદાખ સરહદ પાસે ફાઇટર પ્લેન તૈનાત કરી રહ્યુ છે પાકિસ્તાનઃ રિપોર્ટ
આ સૈન્ય સામાન પાકિસ્તાનના ફાઇટર પ્લેનના સપોર્ટ ઇક્વિપમેન્ટ્સ હોઇ શકે છે. આ ઇક્વિપમેન્ટ્સને લઇ જવા માટે પાકિસ્તાને પોતાના સી-130 એરક્રાફ્ટ્સનો ઉપયોગ કર્યો છે.
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 હટાવ્યા બાદથી ભારત અને પાકિસ્તાનમાં તણાવ છે. આ વચ્ચે એવા રિપોર્ટ આવી રહ્યા છે કે પાકિસ્તાની સૈન્ય પોતાના હથિયારો અને સૈન્ય સામાનને લદાખની સરહદ પાસે પોતાના સૈન્ય અડ્ડાઓ પર એકઠા કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આ સૈન્ય સામાન પાકિસ્તાનના ફાઇટર પ્લેનના સપોર્ટ ઇક્વિપમેન્ટ્સ હોઇ શકે છે. આ ઇક્વિપમેન્ટ્સને લઇ જવા માટે પાકિસ્તાને પોતાના સી-130 એરક્રાફ્ટ્સનો ઉપયોગ કર્યો છે.
સરકારી સૂત્રોએ ન્યૂઝ એજન્સી એએનઆઇએ કહ્યું કે, લદાખ કેન્દ્રશાસિત પ્રદેશની નજીક આવેલા સ્કર્દૂ એરબેઝ પર શનિવારે પાકિસ્તાની એરફોર્સના ત્રણ સી-130 એરક્રાફ્ટનો કેટલોક સામાન લઇને પહોંચ્યા હતા. ભારતીય એજન્સીઓ સરહદની આસપાસ પાકિસ્તાનની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની એરફોર્સ પોતાના JF-17 ફાઇટર પ્લેનને સ્કર્દૂ એરફિલ્ડ પાસે તૈનાત કરી શકે છે.
ભારતીય જાસૂસી એજન્સીઓ એરફોર્સ અને સૈન્યની સાથે મળીને પાકિસ્તાનની એરફોર્સના મૂવમેન્ટ્સ પર નજીકની નજર રાખી રહી છે પાકિસ્તાન સી-130 માલવાહક વિમાનના એક જૂના વર્ઝનનો ઉપયોગ કરી રહ્યું છે. આ વિમાન અમેરિકાએ વર્ષો અગાઉ પાકિસ્તાનને આપ્યુ હતું. સૂત્રોના મતે પાકિસ્તાન એરફોર્સ એક સૈન્ય અભ્યાસ કરવા માંગે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement