શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાન: વોટિંગ દરમિયાન મતદાન કેન્દ્ર બહાર બ્લાસ્ટ, 31ના મોત
ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના મતદાન દરમિયાન બલુચિસ્તાનના ક્વેટામાં એક મતદાન કેન્દ્ર નજીક આત્મઘાતી હુમલાવરે સ્યૂસાઈડ બોમ્બથી પોતાને જાતને ઉડાવી દીધી છે. આ બ્લાસ્ટમાં 31 લોકોના મોત નીપજ્યા છે.
પાકિસ્તાન મીડિયા પ્રમાણે, ક્વેટામાં એક મતદાન કેન્દ્ર બહાર સવારે 11 વાગ્યે આ બ્લાસ્ટ થયો હતો. આ ઘટનમાં અત્યાર સુધી 31 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 30 થી વધુ લોકો ઘાયલ થઈ ગયા છે. બ્લાસ્ટમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આત્મઘાતી હુમલાવરે પેટ્રોલિંગ કરી રહેલી એક પોલીસ વાનને નિશાન બનાવી હતી. મૃતકોમાં ત્રણ પોલીસકર્મી પણ સામેલ છે. જ્યારે બે બાળકોનો મોત થયા છે.
જણાવી દઈએ કે પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી થઈ રહી છે. આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) અને ક્રિકેટરમાંથી નેતા બનેલા ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફ વચ્ચે છે. ઇમરાનના વિરોધીઓના કહેવા મુજબ તેની પાર્ટીને સેના અને ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ)નું સમર્થન છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement