શોધખોળ કરો
Advertisement
જાસૂસી કાંડનો બદલો લઈ શકે છે પાકિસ્તાન, 2 ભારતીય રાજદૂતોને હાંકી શકે છે
ઈસ્લામાબાદ: પાકિસ્તાને દિલ્લી સ્થિત પોતાના હાઈકમિશ્નરમાં એક અધિકારીને જાસૂસીના આરોપમાં પકડ્યા પછી પાકિસ્તાન ગભરાઈ ગયું છે. એના લીધે પાકિસ્તાન ઈસ્લામાબાદમાં સ્થિત ભારતીય હાઈકમિશ્નરના બે અધિકારીઓને સ્વદેશ પાછા ફરવાનું કહી શકે છે. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ પ્રમાણે આ બન્ને અધિકારીઓ પર ‘વિધ્વંસકારી ગતિવિધિઓ’માં કથિત રીતે જોડાયેલા હોવાનો આરોપ લગાવ્યો છે. જો કે ઈસ્લામાબાદ સ્થિત ભારતીય હાઈકમિશ્નરે આ ઘટનાક્રમ પર અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
આ બન્ને અધિકારીઓની ઓળખની સાથે પાકિસ્તાની મીડિયામાં તેમના ફોટો જાહેર કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાની એક ટીવી ચેનલના મતે કૉમર્શિયલ કાઉંસલર રાજેશ અગ્નિહોત્રી અને પ્રેસ કાઉંસલક બલવીર સિંહને ભારત પાછા ફરવાનું કહી શકે છે.
સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી પ્રમાણે, પાકિસ્તાની એક ચેનલે દાવો કર્યો છે કે રાજેશ અગ્નિહાત્રીનો સીધો સંબંધ ‘રૉ’થી હતો, જ્યારે બલવીર સિંહનો ઈંટેલીજેંસ બ્યૂરો માટે કામ કરી રહ્યા હતા. આ આરોપ લગાવવામાં આવ્યો છે કે બલવીર સિંહ પાકિસ્તાનમાં આતંકીઓનું નેટવર્ક ચલાવી રહ્યા હતા. એ પણ દાવો કરવામાં આવ્યો છે કે થોડા દિવસ પહેલા પાકિસ્તાનથી નિષ્કાસિત કરાયેલા ભારતીય હાઈકમિશ્નરના અધિકારી સુરજીત સિંહ પણ આ નેટવર્કનો ભાગ હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement