પાકિસ્તાનઃ પીએમ ઈમરાન ખાન સામે વિદેશી ષડયંત્ર અંગે પાક. આર્મીએ કર્યો મોટો દાવો, જાણો શું કહ્યું
પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે દેશના સૈન્ય નેતૃત્વએ કહ્યું છે કે, પીએમ ઈમરાન વિરુદ્ધ વિદેશી ષડયંત્રના કોઈ પુરાવા મળ્યા નથી.
પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે દેશના સૈન્ય નેતૃત્વએ કહ્યું છે કે, પીએમ ઈમરાન વિરુદ્ધ વિદેશી ષડયંત્રના કોઈ પુરાવા મળ્યા નથી. પ્રધાનમંત્રી ઈમરાન ખાનના દાવાથી વિપરીત, દેશના લશ્કરી નેતૃત્વએ 27 માર્ચે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC)ની બેઠકમાં કહ્યું હતું કે તેમની પાસે એવા કોઈ પુરાવા નથી કે જેનાથી સાબિત થાય કે અમેરિકાએ ધમકી આપી હતી અથવા પાકિસ્તાન સરકારને હટાવવાના ષડયંત્રમાં સામેલ હતી. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ સરકારે દાવો કર્યો હતો કે, પાકિસ્તાનમાં સરકાર બદલવામાં યુએસ ષડયંત્ર હતું અને તેના પુરાવા પણ છે. બેઠક બાદ એનએસસીએ એક નિવેદન જાહેર કરીને બેઠકમાં ઉપયોગમાં લેવાતી ગૈર રાજનયિક ભાષા પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, તે પાકિસ્તાનની આંતરિક બાબતોમાં દખલગીરી સમાન છે. ત્યારપછી એનએસસીએ યુનાઇટેડ સ્ટેટ્સને સીમાંકન જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો.
પીએમ ઈમરાન ખાને એ દાવો કર્યો હતો કે, રાષ્ટ્રીય સુરક્ષા સમિતિએ અવિશ્વાસ પ્રસ્તાવ તેમને સત્તા પરથી દૂર કરવાના ષડયંત્રનો ભાગ હતો એ વાતનું સમર્થન કર્યું હતું. પરંતુ સંબંધિત સૂત્રોએ ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનને જણાવ્યું હતું કે લશ્કરી નેતૃત્વ સરકારના દૃષ્ટિકોણને સમર્થન આપે છે તે અંગે ખોટી માન્યતા ફેલાવાઈ હતી. આ અંગે એક સૂત્રએ એમ પણ જણાવ્યું કે, પ્રધાનમંત્રી એ મિટિંગની વિગતો જાહેર કરી શકે છે કારણ કે, NSC નિવેદન માત્ર મીડિયા માટે હતું. સૂત્રએ એમ પણ કહ્યું કે શું એનએસસીની બેઠકની કોઈ વિગતો છે? શું મિટિંગમાં હાજર બધા લોકોએ મિટિંગની વિગતો પર હસ્તાક્ષર કર્યા છે? સૂત્રએ જણાવ્યું હતું કે, જ્યારે એનએસસીના તમામ સહભાગીઓ સહી કરે છે ત્યારે મિટિંગની વિગતોને સત્તાવાર દસ્તાવેજો તરીકે ગણવામાં આવે છે. આ દર્શાવે છે કે, સૈન્યના અધિકારીઓએ સહી કરી નથી.
ઈમરાન ખાને વિદેશી ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો:
ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાને અમેરિકા પર આક્ષેપ લગાવ્યો હતો કે, સરકાર તોડી પાડવા માટે અમેરિકાએ ષડયંત્ર રચ્યું હતું. ત્યારે હવે મીડિયા રિપોર્ટ્સને ટાંકીને એવું કહેવામાં આવી રહ્યું છે કે સંબંધિત અધિકારીઓના જણાવ્યા અનુસાર, યુએસએ પાકિસ્તાન સરકારને કોઈ પત્ર મોકલ્યો નથી. અમેરિકી અધિકારીઓ સાથેની બેઠક બાદ પાકિસ્તાની રાજદૂતનું આ મૂલ્યાંકન હતું. સૂત્રએ એમ પણ કહ્યું કે સંબંધિત સત્તાવાળાઓને અવિશ્વાસ મત અને રાજદ્વારી બેઠક વચ્ચે કોઈ સંબંધ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાનું તાજેતરનું ભાષણ પણ સૂચવે છે કે આર્મી ચીફ પ્રધાનમંત્રી દ્વારા ષડયંત્રના આરોપોને સમર્થન આપવા માટે ઈચ્છતા નથી. ઈમરાન ખાનના ભાષણની વિરુદ્ધમાં આર્મી ચીફે કહ્યું હતું કે, પાકિસ્તાનના અમેરિકા સાથે લાંબા સમયથી સારા સંબંધો છે. અમેરિકા પાકિસ્તાનનું સૌથી મોટું નિકાસ ભાગીદાર છે.