Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
Terrorist Attack: પાકિસ્તાનમાં સેનાના જવાનોને નિશાન બનાવીને મોટો આતંકી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં ઓછામાં ઓછા 12 સૈનિકોના મોત થયા છે.
Terrorist Attack: પાકિસ્તાનમાં સેનાના જવાનોને નિશાન બનાવીને મોટો આતંકી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં ઓછામાં ઓછા 12 સૈનિકોના મોત થયા છે. ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ બુધવારે જણાવ્યું હતું કે, ખૈબર પખ્તુનખ્વા (KP) ના બન્નુ જિલ્લામાં આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 12 સુરક્ષા કર્મચારોઓમા મોત થયા હતા.
સેનાની મીડિયા વિંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 19 નવેમ્બર (મંગળવારે) આતંકવાદીઓ અથવા "ખ્વારીજ" એ બન્નૂના માલી ખેલના સામાન્ય વિસ્તારમાં સંયુક્ત ચેક પોસ્ટ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
પાકિસ્તાની સેના પર મોટો આતંકી હુમલો
એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, ચાર ગુપ્તચર અને સુરક્ષા અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે, એક આત્મઘાતી બોમ્બરે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં એક સુરક્ષા ચોકી પર તેના વિસ્ફોટકોથી ભરેલા વાહનમાં વિસ્ફોટ કર્યો, જેમાં ઓછામાં ઓછા 12 સુરક્ષા દળોના મોત થયા અને કેટલાક ઘાયલ પણ થયાના અહેવાલ છે. તાજેતરના મહિનાઓમાં આ હુમલો સૌથી ઘાતક છે.
આ હુમલો મંગળવારે સાંજે અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાં થયો હતો. હાફિઝ ગુલ બહાદુર જૂથ તરીકે ઓળખાતા પાકિસ્તાની તાલિબાનના વિભાજિત જૂથે એક નિવેદનમાં હુમલાની જવાબદારી સ્વીકારી છે. સરકાર તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હતી, પરંતુ સુરક્ષા અને ગુપ્તચર અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળો હુમલાનું આયોજન કરનારાઓને નિશાન બનાવીને ઓપરેશન ચલાવી રહ્યા હતા.
અધિકારીઓએ નામ ન આપવાની શરતે વાત કરી
અધિકારીઓએ નામ ન આપવાની શરતે વાત કરી હતી. કારણ કે તેઓ પત્રકારો સાથે વાત કરવા માટે અધિકૃત ન હતા. પાકિસ્તાનમાં નવેમ્બર 2022 થી હિંસામાં સતત વધારો જોવા મળ્યો છે, જ્યારે પાકિસ્તાની તાલિબાને ઈસ્લામાબાદમાં સરકાર સાથે એક મહિના સુધી ચાલેલો યુદ્ધવિરામ સમાપ્ત કર્યો હતો. પાકિસ્તાની તાલિબાન, જેને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અથવા ટીટીપી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક અલગ જૂથ છે પરંતુ અફઘાન તાલિબાનના સાથા છે, જેણે 2021 માં અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરી હતી. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાએ ટીટીપીને જન્મ આપ્યો, જેના ટોચના નેતાઓ અને લડવૈયાઓ અફઘાનિસ્તાનમાં છુપાયેલા છે.
ડિસેમ્બર 2023 માં, એક આત્મઘાતી બોમ્બરે ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના જિલ્લા ડેરા ઇસ્માઇલ ખાનમાં પોલીસ સ્ટેશનના મુખ્ય દરવાજાને નિશાન બનાવ્યો હતો, જેમાં 23 સૈનિકો માર્યા ગયા હતા.
આ પણ વાંચો....