શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાને F-16 વિમાનથી ભારત પર કેમ કર્યો હુમલો? અમેરિકાએ પાકિસ્તાન પાસે માંગ્યો જવાબ?
પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં જઈને બાલાકોટમાં હવાઇ હુમલા કર્યા હતા ત્યાર બાદ પાકિસ્તાને પણ ભારતની સરહદમાં ઘુસીને હવાઈ હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભારતીય એરફોર્સે પાકિસ્તાનના આ નાપાક ઈરાદાને સફળ નહોતું થવા દીધું અને પાકિસ્તાની વિમાનોને તોડી પાડ્યા હતા.
પાકિસ્તાનનું જે એફ-16 વિમાન તોડી પાડવામાં આવ્યું હતું તેને પાકિસ્તાને અમેરિકા પાસેથી લીધું હતું. જોકે આ વિમાનનો ઉપયોગ ભારત સામે કેમ કરવામાં આવ્યો તેને લઈને પાકિસ્તાન ઘેરાઈ ગયું છે. પાકિસ્તાન પાસેથી હવે અમેરિકાએ આ મામલે જવાબ માગ્યો છે.
પાકિસ્તાન અને અમેરિકાની વચ્ચે એફ-16 વિમાન માટે કરાર થયા હતા તેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, માત્ર આતંકવાદ સામેના મિશનમાં જ એફ-16 વિમાનનો ઉપયોગ પાકિસ્તાન કરી શકશે. જોકે ભારતીય સૈન્ય પર આ વિમાનનો ઉપયોગ કેમ કર્યો તેને લઈને હવે અમેરિકાએ પાકિસ્તાનને સવાલો કર્યાં છે. જેના કારણે પાકિસ્તાન ઘેરાઈ ગયું છે.
બીજી તરફ પોતાના બચાવમાં ઉતરેલા પાકિસ્તાને દાવો કર્યો હતો કે, આ હુમલામાં અમે એફ-16 વિમાનનો ઉપયોગ કર્યો નહોતો. જ્યારે મીડિયાએ અમેરિકાના વિદેશ મંત્રાલયને પૂછ્યું હતું કે, એવા અહેવાલો છે કે પાકિસ્તાને એફ-16 વિમાનનો ઉપયોગ કરીને કરારોનો ભંગ કર્યો છે. તો તેના જવાબમાં અમેરિકાના મંત્રાલયે જણાવ્યું હતું કે, આ અંગે સમગ્ર રિપોર્ટ પાકિસ્તાન પાસેથી અમે મગાવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
આરોગ્ય
Advertisement