Pervez Musharraf Death: પરવેઝ મુશર્રફનું ભારત કનેક્શન! જૂની દિલ્હીમાં કોઠી, પિતા બ્રિટિશ શાસનમાં વરિષ્ઠ અધિકારી, માતા AMUની વિદ્યાર્થીની….
Pervez Musharraf Death: જ્યારે પરવેઝ મુશર્રફની માતા બેગમ ઝરીન મુશર્રફ 2005માં ભારતની મુલાકાતે આવ્યા ત્યારે તેમને તેમના કોલેજના દિવસો યાદ કર્યા હતા. પરવેઝે તેના જન્મ પછી ચાર વર્ષ ભારતમાં વિતાવ્યા હતા.
Pervez Musharraf Profile: પાકિસ્તાનના ભૂતપૂર્વ આર્મી ચીફ અને રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું લાંબી માંદગી બાદ રવિવારે (05 ફેબ્રુઆરી) નિધન થયું. તેમણે 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. 11 ઓગસ્ટ 1943ના રોજ નવી દિલ્હીના દરિયાગંજમાં જન્મેલા મુશર્રફનું ભારત સાથેનું જોડાણ ખૂબ જ ઊંડું હતું. 1947ના ભાગલા દરમિયાન તેમના પરિવારે પાકિસ્તાન જવાનું નક્કી કર્યું. આ પહેલા તેમનો આખો પરિવાર રાજધાની દિલ્હીમાં રહેતો હતો. તેની માતાએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)માં અભ્યાસ કર્યો હતો.
પરવેઝ મુશર્રફનું ભારત કનેક્શન
પરવેઝ મુશર્રફના જન્મના ચાર વર્ષ બાદ જ તેમના પરિવારે ભાગલા સમયે પાકિસ્તાનમાં સ્થાયી થવાનું નક્કી કર્યું હતું. તેમનો આખો પરિવાર ભાગલાના થોડા દિવસ પહેલા પાકિસ્તાન પહોંચી ગયો હતો. વિભાજન પહેલા મુશર્રફનો પરિવાર ભારતમાં ઘણો સમૃદ્ધ હતો. તેમના પિતા અંગ્રેજ શાસનમાં મોટા અધિકારી હતા. તેમનો પરિવાર રાજધાનીમાં લગભગ દરેક જણ ઓળખતો હતો. મુશર્રફ પરિવારની જૂની દિલ્હીમાં મોટી કોઠી હતી. હવે ઘણા પરિવારો જૂની દિલ્હીમાં તેમના આ હવેલી જેવા મકાનમાં રહે છે.
માતા બેગમ ઝરીનનો દિલ્હી સાથે લગાવ
પરવેઝ મુશર્રફની માતા બેગમ ઝરીન મુશર્રફને ભારત પ્રત્યે ખૂબ લગાવ છે. તેમણે તે દિવસો અહીં વિતાવ્યા છે. તેમના કોલેજના દિવસો કોણ ભૂલી શકે. 2005માં પણ જ્યારે તેની માતા ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે લખનૌ, દિલ્હી અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની પણ મુલાકાત લીધી હતી. તેમને તેના જૂના દિવસો યાદ કર્યા હતા. તેમના સમગ્ર પરિવારની ઘણી યાદો છે જે ભારતની રાજધાની દિલ્હી સાથે જોડાયેલી છે. ઝરીન 1940માં અહીં અભ્યાસ કરતાં હતા.
કેવી રીતે થયું પરવેઝ મુશર્રફનું મૃત્યુ?
પરવેઝ મુશર્રફે એમાયલોઇડિસ સાથે લાંબી લડાઈ લડી હતી. આ એક દુર્લભ રોગ છે જે ત્યારે થાય છે જ્યારે એમીલોઇડ નામનું પ્રોટીન શરીરના અવયવોમાં જમા થાય છે. આ પ્રોટીનને કારણે શરીરના અંગો કામ કરવાનું બંધ કરી દે છે. આ રોગથી હૃદય, કિડની, લીવર, ચેતાતંત્ર સૌથી વધુ પ્રભાવિત થાય છે. મુશર્રફ લાંબા સમયથી આ બીમારીનો સામનો કરી રહ્યા હતા અને દુબઈની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.