શોધખોળ કરો
Advertisement
Pfizer ફાર્મા કંપનીનો દાવો, ઓક્ટોબરના અંત સુધીમાં કોરોના વાયરસની વેક્સીન થશે તૈયાર
આ વેક્સીનનો પહેલો ડોઝ 5 માર્ચે જર્મનીમાં માનવી પર ક્લીનિકલ ટ્રાયલ કરવામાં આવી હતી. ફાર્મા કંપની ફાઈઝરના સીઈઓનો દાવો છે કે, બધુ જ ધાર્યા પ્રમાણે યોગ્ય રીતે થશે તો ઓક્ટોબર સુધીમાં વેક્સીનના લાખો ડોઝ તૈયાર કરીને સપ્લાઈ કરી દેવામાં આવશે.
નવી દિલ્હી: દુનિયાભરના દેશોમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે. આ વાયરસના સંક્રમણના કાયમી ઉપચાર માટે દુનિયાભરની દવા બનાવતી કંપનીઓ તથા વિશેષજ્ઞો વેક્સીન તૈયાર કરવામાં લાગેલા છે. તેની વચ્ચે દવા નિર્માતા કંપની ફાઈઝર (Pfizer)એ દાવો કર્યો છે કે, કોરોનાને રોકવા માટે એક વેક્સીન ઓક્ટોબરના અંત સુધીમાં તૈયાર થઈ શકે છે. કંપનીના સીઈઓ અલ્બર્ટ બોરલા દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.
અમેરિકાની મોટી ફાર્મા કંપની ફાઈઝરના સીઈઓ અલ્બર્ટ બૂર્લાનો દાવો છે કે, બધુ જ ધાર્યા પ્રમાણે યોગ્ય રીતે થશે તો ઓક્ટોબર સુધીમાં વેક્સીનના લાખો ડોઝ તૈયાર કરીને સપ્લાઈ કરી દેવામાં આવશે, કંપનીએ જે વેક્સીન તૈયાર કરી છે, તેને BNT162 નામ આપવામાં આવ્યું છે.
આ વેક્સીનનો પહેલો ડોઝ 5 માર્ચે જર્મનીમાં માનવી પર ક્લીનિકલ ટ્રાયલ કરવામાં આવી હતી. ટાઈમ્સ ઓફ ઈઝરાયલ સાથેની વાતચીતમાં આલ્બર્ટ બૂર્લાએ કહ્યું હતું કે, જો બધુ જ બરાબર થશે અને ભાગ્ય અમારો સાથ આપશે તો અમારી પાસે પૂરતા પૂરાવા છે કે, અમે સુરક્ષિત અને અસરકારક કોરોના વાયરસની દવા આ વર્ષના ઓક્ટોબર સુધીમાં તૈયાર કરી શકીએ છીએ.
ફાઈઝર કંપની હાલમાં ચાર અલગ અલગ પ્રકારની વૈક્સીન પર કામ કરી રહી છે. કંપનીને આછા છે કે, જૂન કે જૂલાઈ સુધીમાં એ સ્પષ્ટ થઈ જશે કે, કઈ વેક્સીન સૌથી વધુ અસરકારક અને સુરક્ષિત છે. તેના માટે ફાઈઝર ડેટા ભેગા કરીને તેનું વિશ્લેષણ કરી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement