VIDEO: પિઝા ડિલિવરી બોયે સળગતા ઘરમાંથી 5 બાળકોને બચાવ્યા, લોકોએ કહ્યું, 'સુપરહીરો'
Pizza Delivery Boy: દુનિયામાં બહુ ઓછા લોકો છે જે બીજા માટે જીવે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે માનવતા ખાતર જીવે છે. આવો જ એક વ્યક્તિ છે અમેરિકામાં જેમણે પોતાના જીવના જોખમે અન્ય લોકોને બચાવ્યાં.
Pizza Delivery Boy: દુનિયામાં બહુ ઓછા લોકો છે જે બીજા માટે જીવે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે માનવતા ખાતર જીવે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પિઝા ડિલિવરી બોયએ પોતાનો જીવ જોખમમાં મુકીને 5 બાળકોને સળગતા ઘરમાંથી બચાવ્યા. મળતી માહિતી મુજબ હવે આ 25 વર્ષીય પિઝા ડિલિવરી બોયને 'સુપરહીરો' કહેવામાં આવી રહ્યો છે કારણ કે તેણે પોતાનો જીવ જોખમમાં મુકીને યુએસના ઇન્ડિયાનામાં સળગતા ઘરમાં ફસાયેલા બે બાળકો અને ત્રણ કિશોરોને બચાવ્યા.
આ બહાદુર વ્યક્તિને સુપરહીરો કહેવામાં આવી રહ્યો છે
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી તમે એકદમ ચોંકી જશો. આગ લાગવા છતાં આ વ્યક્તિએ હાર ન માની અને પોતાનો જીવ જોખમમાં મૂકીને બીજાની મદદ કરી. સોશિયલ મીડિયા પર આ બહાદુર વ્યક્તિને સુપરહીરો કહેવામાં આવી રહ્યો છે.
Here’s the video to go along with the story. pic.twitter.com/TvZ5wzCg1f
— LafayetteINPolice (@LafayetteINPD) July 15, 2022
આ વ્યક્તિનું નામ નિકોલસ બોસ્ટિક(Nicholas Bostic) છે
મળતી માહિતી મુજબ, આ વ્યક્તિનું નામ નિકોલસ બોસ્ટિક(Nicholas Bostic) છે. આ ઘટના 11 જુલાઈના રોજ બની હતી. નિકોલસ અમેરિકાના ઈન્ડિયાના વિસ્તારમાં બનેલી ઘટના સ્થળેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે સળગતું ઘર જોયું. વિલંબ કર્યા વિના નિકોલસ મદદ માટે ત્યાં પહોંચી ગયો. પોલીસ અધિકારીના બોડી કેમેરા ફૂટેજ દર્શાવે છે કે નિકોલસે બાળકોને કેવી રીતે મદદ કરી.
આ વીડિયોને 10 લાખથી વધુ લોકોએ જોયો છે. સોશિયલ મીડિયા પર નિકોલસને એક બહાદુર વ્યક્તિ તરીકે જોવામાં આવી રહ્યો છે. સાથે સાથે લોકો નિકોલસની ખૂબ પ્રશંસા પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો...