PM Modi Japan Visit: જાપાનના પીએમ સાથે મોદીએ કરી મુલાકાત, શિન્જો આબેને લઈ કહી આ વાત
PM Modi Japan Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા જાપાનની મુલાકાતે છે .
PM Modi Japan Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા જાપાનની મુલાકાતે છે અને મંગળવારે તેમના અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં હાજરી આપશે. આબેના અંતિમ સંસ્કારમાં પીએમ મોદી સહિત 20 દેશોના વડાઓ હાજર રહેશે. આજે વહેલી સવારે રાજધાની ટોક્યો પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ જાપાનના પીએમ ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરી અને કહ્યું કે મને વિશ્વાસ છે કે તમારા નેતૃત્વમાં ભારત-જાપાનના સંબંધો વધુ ગાઢ બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે જાપાનની રાજધાની ટોક્યો પહોંચ્યા હતા અને ત્યાં જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બેઠક દરમિયાન બંને પક્ષના લોકો હાજર હતા. પીએમ મોદી આબેની પત્નીને પણ મળશે. આબેના અંતિમ સંસ્કારમાં વિશ્વભરના 100 થી વધુ વિદેશી પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. આબેના અંતિમ સંસ્કાર ટોક્યોના નિપ્પોન બુડોકનમાં ભારતીય સમય અનુસાર સવારે 10.30 વાગ્યે કરવામાં આવશે.
Prime Minister Narendra Modi held a bilateral meeting with Japanese PM Fumio Kishida.
— ANI (@ANI) September 27, 2022
Both leaders had a productive exchange of views on further deepening bilateral relations. They also discussed a number of regional and global issues: MEA pic.twitter.com/2oapTeCX4A
અમારા સંબંધો વધુ ગાઢ બનશેઃ પીએમ મોદી
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારત અને જાપાનની મિત્રતાએ વૈશ્વિક પ્રભાવ બનાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. મને ખાતરી છે કે તમારા નેતૃત્વમાં ભારત-જાપાનના સંબંધો વધુ ગાઢ બનશે. વિશ્વની સમસ્યાઓને ઉકેલવામાં આપણે યોગ્ય ભૂમિકા ભજવી શકીશું. શિન્ઝો આબેને યાદ કરતાં તેમણે કહ્યું, “આજે દુઃખની આ ઘડીમાં અમે મળી રહ્યા છીએ. છેલ્લી વાર જ્યારે હું આવ્યો ત્યારે મેં શિન્ઝો આબે સાથે ખૂબ લાંબી વાત કરી હતી અને મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે ગયા પછી મારે આવા સમાચાર સાંભળવા પડશે."
#WATCH | Prime Minister Narendra Modi and Japanese Prime Minister Fumio Kishida hold a bilateral meeting in Tokyo
— ANI (@ANI) September 27, 2022
(Source: DD) pic.twitter.com/DGIv4RaDNy