Argentina: આર્જેન્ટિના પહોંચ્યા વડાપ્રધાન મોદી, લિથિયમ સપ્લાય પર થઇ શકે છે કરાર
Argentina: પીએમ મોદી આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર માઇલીના આમંત્રણ પર બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે

Argentina: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રિનિદાદ અને ટોબૈગોની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા પછી પાંચ દેશોની મુલાકાતના ત્રીજા તબક્કાના ભાગ રૂપે આર્જેન્ટિના પહોંચ્યા છે. ત્રિનિદાદ અને ટોબૈગોની મુલાકાત દરમિયાન બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધોને વિસ્તૃત કરવા માટે છ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા.
VIDEO | Prime Minister Narendra Modi (@narendramodi) arrives in Buenos Aires, Argentina. He will hold bilateral talks with President Javier Gerardo Milei.
— Press Trust of India (@PTI_News) July 5, 2025
(Source: Third Party)
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/OgbfA6eMbt
વડાપ્રધાન મોદી અને ત્રિનિદાદ-ટોબૈગોના વડાપ્રધાન કમલા પ્રસાદ બિસેસર વચ્ચેની વાતચીત પછી બંને દેશોએ માળખાગત સુવિધાઓ, ફાર્માસ્યુટિકલ્સ અને સંસ્કૃતિ સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે છ કરારો પર હસ્તાક્ષર કર્યા. પીએમ મોદી આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર માઇલીના આમંત્રણ પર બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે.
પીએમ મોદી આર્જેન્ટિનાના પ્રવાસે
પીએમ મોદી શુક્રવારે મોડી રાત્રે આર્જેન્ટિનાના બે દિવસીય પ્રવાસ માટે રવાના થયા હતા. વડાપ્રધાન બન્યા પછી મોદીની આર્જેન્ટિનાની આ બીજી મુલાકાત છે. અગાઉ, તેઓ 2018માં G20 સમિટમાં ભાગ લેવા માટે આર્જેન્ટિના ગયા હતા. આજે પીએમ મોદી અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર માઇલી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. આ ઉપરાંત, તેઓ ભારતીય મૂળના લોકોને પણ સંબોધિત કરશે.
ભારત અને આર્જેન્ટિના વચ્ચે ચર્ચા
પીએમ મોદીની મુલાકાત દરમિયાન ભારત-આર્જેન્ટિના સંરક્ષણ, કૃષિ, ઉર્જા, પરમાણુ સહયોગ, વેપાર અને રોકાણ પર ચર્ચા કરી શકે છે. બંને દેશો વચ્ચે લિથિયમ સપ્લાય પર પણ કરાર શક્ય છે. આર્જેન્ટિના વિશ્વમાં ત્રીજા ક્રમનું સૌથી મોટો લિથિયમ ભંડાર ધરાવે છે.
પીએમ મોદી 2 જૂલાઈથી 10 જૂલાઈ સુધી 5 દેશોની મુલાકાતે છે. તેઓ ઘાના, ત્રિનિદાદ અને ટોબૈગો પછી આર્જેન્ટિના પહોંચશે. આ પછી તેઓ બ્રાઝિલ જશે.
આર્જેન્ટિનામાં પીએમ મોદીનો કાર્યક્રમ શું છે?
પીએમ મોદી આજે આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર માઇલીને મળશે. તેઓ ભારત-આર્જેન્ટિના બિઝનેસ સમિટ 2025માં ભાગ લેશે. મહત્વપૂર્ણ કરારો (MoUs) પર પણ હસ્તાક્ષર કરશે. તેઓ ભારતીય મૂળના લોકો સાથે એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ હાજરી આપશે. આ પછી રવિવારે (6 જુલાઈ) તેઓ આર્જેન્ટિનાના વિદેશ પ્રધાન, વેપાર પ્રધાન અને ઉર્જા પ્રધાન સાથે બેઠક કરશે. અહીં તેઓ લિથિયમ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) ના પુરવઠા જેવા મુદ્દાઓ પર કરાર કરી શકે છે. ત્યારબાદ પીએમ મોદી બ્રાઝિલ જવા રવાના થશે, જ્યાં તેઓ બ્રિક્સ સમિટમાં ભાગ લેશે.




















