શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ન્યૂયોર્કઃ ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીને મળ્યા વડાપ્રધાન મોદી
અમેરિકા દ્ધારા ઇરાન પર લગાવાયેલા પ્રતિબંધ વચ્ચે વડાપ્રધાન મોદી અને રૂહાનીની આ મુલાકાતને ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની સાથે ન્યૂયોર્કમાં મુલાકાત કરી હતી. બંન્ને દેશોના પ્રતિનિધિ મંડળ આ દરમિયાન હાજર રહ્યા હતા. બંન્ને દેશો વચ્ચે અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા પણ થઇ હતી. અમેરિકા દ્ધારા ઇરાન પર લગાવાયેલા પ્રતિબંધ વચ્ચે વડાપ્રધાન મોદી અને રૂહાનીની આ મુલાકાતને ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે.
આ સાથે જ વડાપ્રધાન મોદીએ સાઇપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ અનાસ્તાસીદેસ અને ગ્રીસના વડાપ્રધાન ક્યારિકોસ મિત્સોટાકિસ સાથે પણ મુલાકાત કરી હતી. શુક્રવારે વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે.
વડાપ્રધાન મોદી 21 સપ્ટેમ્બરથી અમેરિકાના પ્રવાસ પર છે. સૌ પ્રથમ તેઓ હ્યુસ્ટન પહોંચ્યા હતા અને હાઉડી મોદી કાર્યક્રમમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ સાથે જોડાયા હતા.
આ અગાઉ વડાપ્રધાન મોદીએ અસ્તોનિયાના રાષ્ટ્રપતિ ક્રિસ્ટી કાલિજુલૈન્ડ સાથે મુલાકાત કરી હતી. બંન્ને નેતાઓએ દ્ધીપક્ષીય સંબંધોને લઇને ચર્ચા કરી હતી. તે સિવાય ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેંસીડા આડેર્ન સાથે વડાપ્રધાન મોદીએ મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદીએ બ્લૂમબર્ગ ગ્લોબલ બિઝનેસ ફોરમમાં વૈશ્વિક ઉદ્યોગપતિઓને સંબોધિત કર્યા હતા અને ભારત આવી રોકાણ કરવાનું આમંત્રણ આપ્યુ હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
સમાચાર
ક્રાઇમ
Advertisement
gujarati.abplive.com
Opinion