શોધખોળ કરો
Advertisement
બિશ્કેકઃ રશિયન રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા PM મોદી, અમેઠીમાં રાઇફલ ફેક્ટરી બદલ માન્યો આભાર
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશના અમેઠીમાં રાઇફલ નિર્માણ એકમને સમર્થન આપવા બદલ હું રશિયાનો આભારી છું.
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા કિર્ગિસ્તાનના બિશ્કેકમાં છે. જ્યાં વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્ધિપક્ષીય વાતચીત કરી હતી. જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશના અમેઠીમાં રાઇફલ નિર્માણ એકમને સમર્થન આપવા બદલ હું રશિયાનો આભારી છું.
વડાપ્રધાને કહ્યું કે, ચૂંટણીમાં મારી જીતની ભવિષ્યવાણી સત્ય થઇ ગઇ છે. તમારા જેવા જૂના અને ઘનિષ્ઠ મિત્રોના વિશ્વાસથી મને ઉર્જા મળી છે. મને સૌથી શ્રેષ્ઠ સન્માનિત ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યૂ આપવા બદલ હું આભારી છું. વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યુ કે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન મોદીને વ્લાદિવોસ્તોકમાં યોજનારા ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં મુખ્ય અતિથિ આમંત્રિત કર્યા છે અને વડાપ્રધાને આમંત્રણનો સ્વીકાર કર્યો છે.The meeting with President Putin was excellent. We had wide-ranging discussions on ways to further boost the India-Russia strategic relationship. We look forward to increased trade and people-to-people linkages with Russia. @KremlinRussia_E pic.twitter.com/shj4hEbtht
— Narendra Modi (@narendramodi) June 13, 2019
વિજય ગોખલેએ કહ્યું કે, કોઇ પણ ઇન્ટરનેશનલ અથવા ક્ષેત્રીય મુદ્દા પર કોઇ ચર્ચ નથી થઇ કારણ કે અમારુ સંપૂર્ણ ધ્યાન આગામી વાર્ષિક શિખર સમિટમાં વડાપ્રધાનના પ્રવાસ પર હતું.PM @narendramodi and President Putin had a wonderful meeting in Bishkek. Various subjects pertaining to India-Russia relations were discussed during the meeting. @KremlinRussia_E pic.twitter.com/OAiuU4WVeL
— PMO India (@PMOIndia) June 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement