શોધખોળ કરો

PM Modi US Visit: જો બાઇડેને પીએમ મોદીને અમેરિકા આવવાનું આપ્યું આમંત્રણ, જાણો ક્યારે લઈ શકે છે મુલાકાત

PM Modi USA Visit: બંને દેશોના વહીવટીતંત્રે આ આમંત્રણનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે. બંને પક્ષોના અધિકારીઓ જૂન-જુલાઈમાં યોગ્ય તારીખો પર ચર્ચા કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે

PM Modi US Visit:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઉનાળામાં અમેરિકાની મુલાકાત લઈ શકે છે. જો કે, મુલાકાતની તારીખો અંગે કોઈ સ્પષ્ટતા નથી અને બંને દેશોના અધિકારીઓ તેના પર કામ કરી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન વતી વડાપ્રધાન મોદીને અમેરિકાની મુલાકાત લેવાનું આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

આમંત્રણનો સ્વીકાર

બંને દેશોના વહીવટીતંત્રે આ આમંત્રણનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે. બંને પક્ષોના અધિકારીઓ જૂન-જુલાઈમાં યોગ્ય તારીખો પર ચર્ચા કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે, જ્યારે યુએસ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ બંનેની બેઠક મળવાની છે એટલું જ નહીં, પરંતુ વડા પ્રધાન મોદીની પણ કોઈ પૂર્વ-આયોજિત આંતરરાષ્ટ્રીય મુસાફરી અને સ્થાનિક મુલાકાતો નથી. અમેરિકાની મુલાકાત માટે ઓછામાં ઓછા 5 દિવસોની જરૂર હોય છે, જેમાં અન્ય બાબતોની સાથે, યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્ર અને વ્હાઇટ હાઉસ ખાતે રાજ્ય રાત્રિભોજનનો સમાવેશ થાય છે. જોકે, આ મુદ્દે સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન મોદીને આ આમંત્રણ ક્યારે આપવામાં આવ્યું હતું અને બાઇડેનના કાર્યાલય વતી તેમને વ્યક્તિગત આમંત્રણ કોણે આપ્યું હતું તે સ્પષ્ટ નથી.

આ બાબત પર નજર રાખતા કેટલાક અધિકારીઓનું કહેવું છે કે ભારત આ વર્ષે G-20ની યજમાની કરી રહ્યું છે. સપ્ટેમ્બરમાં G-20 સમિટ પણ યોજાવાની છે, જેમાં વૈશ્વિક નેતાઓની સાથે યુએસ પ્રમુખ જો બાઇડેન પણ ભાગ લેશે. આ પછી વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે વડાપ્રધાન મોદીનો પ્રચાર શરૂ થશે. આવી સ્થિતિમાં પીએમ મોદી વ્યસ્ત હશે તેથી ક્યારે મુલાકાત લેશે તે સ્પષ્ટ નથી.

ઉલ્લેખનીય છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ પર સમગ્ર વિશ્વની નજર હોય છે અને ત્યાં રહેતા ભારતીયો પણ તેમની મુલાકાતની રાહ જોતા હોય છે.

ડોભાલ અમેરિકન સમકક્ષને મળ્યા

બીજી તરફ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આ દિવસોમાં અમેરિકાના પ્રવાસે છે. મંગળવારે તેઓ વોશિંગ્ટનમાં તેમના અમેરિકન સમકક્ષ જેક સુલિવાનને મળ્યા હતા. અમે પરસ્પર વિશ્વાસ અને આત્મવિશ્વાસ પર આધારિત ખુલ્લી, સુલભ અને સુરક્ષિત ટેક્નોલોજી ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ, જે આપણા લોકશાહી મૂલ્યો અને લોકતાંત્રિક સંસ્થાઓને મજબૂત બનાવે છે, વ્હાઇટ હાઉસે ICET ઉદ્ઘાટન બેઠકના સમાપન પછી એક હકીકત પત્રકમાં જણાવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
Embed widget