શોધખોળ કરો

PM Modi : પાકિસ્તાનમાં પણ મુસલમાનોએ કેમ કહ્યું - 'મોદી હૈ તો મુમકિન હૈ"?

પાકિસ્તાનના અહમદિયા સમુદાયના મુસ્લિમોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લઈને વખાણ કર્યા છે. તેમણે કહ્યું હતું કે, મોદીજી દ્વારા "બધા સમુદાયોનું સન્માન" અમને પસંદ આવ્યું છે.

Pakistanis on Modi: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય રાજકારણીઓમાંના એક છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે, ભારતના કટ્ટર દુશ્મન દેશ ગણાતા પાકિસ્તાનમાં પણ પીએમ મોદીના ચહકો મોટી સંખ્યામાં છે. પાકિસ્તાની મુસ્લિમોના એવા ઘણા સમુદાયો છે કે જેઓ મોદીના વખાણ કરતા રહે છે. હાલ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં NID ફાઉન્ડેશન દ્વારા આયોજિત 'વિશ્વ સદભાવના ઈવેન્ટ'માં પાકિસ્તાનીઓના મેઢેથી 'મોદી હૈ તો મુમકીન હૈ...'નો નાદ ગુંજી રહ્યો છે.

ANI અનુસાર, ભારતીય લઘુમતી ફાઉન્ડેશન (IMF), NID ફાઉન્ડેશન (દિલ્હી) અને ઓસ્ટ્રેલિયામાં નામધારી શીખ સોસાયટી દ્વારા 23 એપ્રિલે વિશ્વ સદભાવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધાર્મિક નેતાઓ, બુદ્ધિજીવીઓ, વિદ્વાનો, ઉપદેશકો અને સંશોધકોએ ભાગ લીધો હતો. જ્યારે વિવિધ ધાર્મિક સમુદાયોના પાકિસ્તાની લોકો પણ આવ્યા હતા. તેમાંથી ઘણા અહમદિયા મુસ્લિમ સમુદાયના હતા.

પાકિસ્તાનીઓએ ભારતીય પીએમના કર્યા ભારોભાર વખાણ 

પાકિસ્તાનના અહમદિયા સમુદાયના મુસ્લિમોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લઈને વખાણ કર્યા છે. તેમણે કહ્યું હતું કે, મોદીજી દ્વારા "બધા સમુદાયોનું સન્માન" અમને પસંદ આવ્યું છે. તેઓ દરેકને સાથે લઈ જવાની ક્ષમતા ધરાવે છે. એટલા માટે અમે તેમની પ્રશંસા કરીએ છીએ. અહમદિયા મુસ્લિમ સમુદાયના સભ્ય કે જે લાહોરના છે, ડૉ. તારિક બટ્ટે જણાવ્યું હતું કે, હું અંગત રીતે કહી શકું છું કે, મારા ઘણા મિત્રો ભારતીય છે અને મેં તેમને એક સાથે ઘણી પ્રવૃત્તિઓ કરતા જોયા છે. હું પોતે તેમના કાર્યક્રમોમાં હાજરી આપું છું. મને લાગે છે કે, હવે ભારતીય મુસ્લિમો અને પાકિસ્તાની મુસ્લિમો વચ્ચે સદભાવ વધી રહ્યો છે. તેમની બંને વચ્ચે પરસ્પર પહોંચ વધી રહી છે. અમે મતભેદોની સરખામણીએ વધુ સમાનતા લાવવા માંગીએ છીએ.

'મોદી પાસે બધાને સાથે લઈ જવાનો કરિશ્મા'

ઈવેન્ટને સદ્ભાવનાની એક મહાન પહેલ ગણાવતા અને હિંદુ અને મુસ્લિમ સમુદાયને એકસાથે લાવવા અને એક મંચ પર લાવવા માટે તેમણે કહ્યું હતું કે, પીએમ મોદી સમુદાયોને સૌહાર્દ અને શાંતિને પ્રોત્સાહન આપવા માટે અન્ય સમુદાયો સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કરવા એકદમ યોગ્ય કામ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, PM મોદી પાસે એવો કરિશ્મા છે જ્યાં લોકો તેમના ધાર્મિક વલણને ધ્યાનમાં લીધા વિના તેમને અનુસરે છે, તે એક સારી બાબત છે! તેમણે એમ પણ કહ્યું હતું કે, હું મારા તરફથી કહીશ કે "મોદી હૈ તો મુમકીન હૈ."

"હું તમારા ઘરનો એક ભાગ છું"

કરાચીના દાઉદી બોહરા મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિ, તહર શાકરે જણાવ્યું હતું કે, અમે તાજેતરમાં એક ઇવેન્ટ કરી હતી જ્યાં અમારી યુનિવર્સિટીનો એક નવો અધ્યાય – મરોલ, મુંબઈમાં અલજામિયા-તુસ-સૈફિયાહ અને મોદીજી પોતે આવ્યા હતા અને તેમાંની એક વાત તેમણે કહી હતી કે, "મહેરબાની કરીને મને બહુ માનભર્યા શબ્દોથી ના બોલાવો, હું તમારા જ ઘરનો એક ભાગ છું."

કાર્યક્રમમાં જોવા મળી 'વસુધૈવ કુટુંબકમ'ની ઝલક

NID ફાઉન્ડેશનનો વિશ્વ ગુડવિલ કાર્યક્રમ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નના બુંજિલ પેલેસમાં યોજાયો હતો, જેમાં વિશ્વના દરેક ખૂણાના લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વસુધૈવ કુટુંબકમ'ના વિઝન સાથે 'એક પરિવાર' તરીકે વર્ણવવામાં આવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather NewsDelhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાંSharemarket : શેરમાર્કેટ ખૂલ્યુ ભારે ઉછાળા સાથે, સેન્સેક્સ ખૂલ્યો 450 પોઈન્ટના વધારા સાથે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Embed widget