શોધખોળ કરો
ઉરી હુમલો: અફસોસ વ્યક્ત કરતા બે શબ્દો કહેવા તૈયાર નથી PM નવાઝ શરીફ, જુઓ વીડિયો

નવી દિલ્લી: ઉરીમાં સેના પર હુમલા બાદ ભારતમાં માતમનો માહોલ છે. ત્યારે પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફ યુએન સંમેલનમાં ભાગ લેવા અમેરિકાના ન્યૂયોર્કમાં છે. નવાઝ શરીફ હાલ ત્યાં જ છે જ્યાં તેમણે એક સમયે પીએમ મોદી સાથે મુલાકાત કરી આતંકવાદ અંગે ચિંતા વ્યક્ત કરી હતી પણ ક્યારેય કંઈ કર્યુ નહિ. કશ્મીરના ઉરીમાં પાકિસ્તાનના ચાર આતંકવાદીઓ દ્વારા સેનાના કેંપ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 17 જવાનો શહીદ થયા હતા. આ મામલે નવાઝ શરીફે બે શબ્દો પણ ન કહ્યા. ન્યૂયોર્કમાં જ્યારે એક પત્રકારે શરીફને આ હુમલા માટે સવાલ પૂછ્યો ત્યારે તેમણે કોઈ જવાબ આપ્યો નહિ. અને ત્યાંથી ચાલ્યા ગયા હતા.
WATCH (New York City): Nawaz Sharif avoids answering questions on #UriAttacks pic.twitter.com/SKIb2NboXB
— ANI (@ANI_news) 19 September 2016
વધુ વાંચો




















