શોધખોળ કરો
નીરવ મોદીને ‘હાઉસફૂલ’ જેલમાં વિતાવી પડી આખી રાત, જાણો કેમ
લંડન : ભાગેડુ હીરા વેપારી નિરવ મોદીએ ગુરુવારે યુકેની સૌથી ભરચક જેલમાં હોળીની રાત વિતાવી હતી. સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે નિરવ મોદીની ધરપકડ કર્યાં બાદ તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. ન્યાયાધીશે નીરવ મોદીની જામીન અરજી ફગાવી દેતાં તેણે જેલમાં આખી રાત વિતાવવી પડી હતી.
48 વર્ષીય નીરવ મોદીની મંગળવાર સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે ધરપકડ કરી હતી. નીરવ મોદીને બુધવારે લંડન ખાતેની વેસ્ટમિનસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ મેરી મેલન સામે રજૂ કરવામાં આવ્યો હતો. જજે નીરવ મોદીને 29મી માર્ચ સુધી રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. ત્યાર બાદ તેને દક્ષિણ-પશ્ચિમ લંડનમાં આવેલા વેન્ડ્સવર્થની એચએમપી (હર મેજિસ્ટ્રીસ પ્રિઝન)માં મોકલી આપવામાં આવ્યો હતો.
કદાચ નીરવ મોદીને આશા હશે કે, જેલમાં તેને કોઈ અલગ સેલ આપવામાં આવશે. પરંતુ આ જેલમાં ક્ષમતા કરતા વધારે કેદીઓ હોવાથી નીરવ મોદીએ જેલના 1430 કેદીઓમાંથી કોઈ સાથે રાત વિતાવવી પડી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement