શોધખોળ કરો

PM ઈમરાન ખુરશી બચાવવા PTIએ પંજાબમાં જાહેર કર્યા નવા CM ઉમેદવાર

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) એ PML-Q નેતા ચૌધરી પરવેઝ ઈલાહીને પંજાબના મુખ્યમંત્રી માટે તેના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

પાકિસ્તાનમાં પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બુઝદારે રાજીનામું આપી દીધું છે. તે જ સમયે, સત્તારૂઢ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) એ PML-Q નેતા ચૌધરી પરવેઝ ઈલાહીને પંજાબના મુખ્યમંત્રી માટે તેના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. પાર્ટીએ આની ઔપચારિક જાહેરાત કરી છે. આ જાહેરાતના થોડા સમય પહેલા, માહિતી પ્રધાન ફવાદ ચૌધરીએ સંકેત આપ્યો હતો કે પંજાબ સરકારમાં "મોટું પરિવર્તન" થવાનું છે. સ્પષ્ટ છે કે પ્રાંતીય સરકાર બદલવાનો નિર્ણય લેવો પડશે. પંજાબ એસેમ્બલીમાં આજે પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બુઝદાર સામે વિપક્ષ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કર્યા પછી તેમની ટિપ્પણી આવી છે.

ચૌધરીએ શાહબાઝ ગિલની સાથે એક અનૌપચારિક વાતચીત દરમિયાન આ જાહેરાત કરી છે. તે પૂછવા પર શું પંજાબ વિધાનસભા અધ્યક્ષ ચૌધરી પરવેઝ ઇલાહી પ્રધાનમંત્રી ખાન સાથે મુલાકાત કરશે, ચૌધરીએ કહ્યુ કે બેઠક આજે થઈ રહી છે. મંત્રીએ કહ્યુ, ઘણા મોટા ફેરફાર થવાના છે. ચૌધરીએ કહ્યુ કે, મોટા નિર્ણયની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. પાકિસ્તાનમાં વિપક્ષી દળોએ સોમવારે પ્રધાનમંત્રી ઇમરાન ખાનના નજીકના અને પંજાબના મુખ્યમંત્રી ઉસ્લાન બુઝદાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ સોંપ્યો છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન વિરુદ્ધ સંસદમાં લવાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ બાદ વિપક્ષે આ પગલું ભર્યુ છે. 

પાકિસ્તાની સંસદ (નેશનલ એસેમ્બલી) ના સચિવાલય સમક્ષ વિપક્ષી દળોએ ગત આઠ માર્ચે પ્રધાનમંત્રી ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ સોંપ્યો હતો. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે ઇમરાન ખાનની સરકાર દેશમાં વધતી મોંઘવારી અને આર્થિક સંકટ માટે જવાબદાર છે. બુઝદાર વિરુદ્ધ આ અવિશ્વાસ પ્રસ્તાવ ખુબ જલદી લાવવામાં આવ્યો જેથી પ્રધાનમંત્રીને હટાવવા પર પંજાબ વિધાનસભાને ભંગ કરવાની પીટીઆઈ સરકારની સંભવિત યોજનાને પહેલાથી નિષ્ફળ કરી દેવામાં આવે. વિપક્ષી દળ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ અને પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીએ 52 વર્ષીય બુઝદાર વિરુદ્ધ આ અવિશ્વાસ પ્રસ્તાવ સોંપ્યો જેમાં 127 ધારાસભ્યોની સહી છે. વિપક્ષે એક રજૂઆત પત્ર રજૂ કરી વિધાનસભા સત્ર માટે વિનંતી કરી છે, જેથી અવિશ્વાસ પ્રસ્તાવને ગૃહમાં રાખી શકે. અવિશ્વાસ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે મુખ્યમંત્રી બુઝદારે ગૃહનો વિશ્વાસ ગુમાવી દીધો છે. 

અવિશ્વાસ પ્રસ્તાવના સંકલ્પત્રમાં કહેવામાં આવ્યું છે કે બુઝદારે 11 કરોડની વસ્તીવાળા પંજાબ પ્રાંતના કામકાજને બંધારણ અનુરૂપ ન કરીને બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. વિપક્ષે તેમાં આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રીએ છેલ્લા સાડા ત્રણ વર્ષ દરમિયાન લોકતંત્રની ભાવનાથી વિપરીત કામ કર્યું છે. અવિશ્વાસ પ્રસ્તાવ સોંપ્યા બાદ પીએમએલ-એનના ધારાસભ્ય રાણા મશહૂદે કહ્યુ કે, વિપક્ષ નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ અસદ કૈસર અને સીનેટના ચેરમેન સાદિક સંજરાની વિરુદ્ધ પણ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
‘આજે રાત્રે...’ ટ્રમ્પની ઈરાનને વિનાશક હુમલાની ધમકીથી મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા!
‘આજે રાત્રે...’ ટ્રમ્પની ઈરાનને વિનાશક હુમલાની ધમકીથી મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા!
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
Embed widget